Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માછલી પકડવાની જાળમાં ફસાયો મોટો મગર, દોઢ કલાકે છુટકારો

VADODARA : વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને મગરને મુક્ત કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી
vadodara   માછલી પકડવાની જાળમાં ફસાયો મોટો મગર  દોઢ કલાકે છુટકારો
Advertisement
  • વડોદરામાંથી વધુ એક મગરનું રેસ્ક્યૂ કરાયું
  • માછલીની જાળમાં ફસાયેલો મગર બરાબર સલવાયો
  • દોઢ કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપાયો

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા વરસાડા ગામે માછલી પકડવાની જાળમાં 8 ફૂટ લાંબો મગર (CROCODILE) ફસાઇ ગયો હતો. આ અંગે ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના (WILD LIFE RESCUE TRUST) વોલંટીયર્સનો સંપર્ક કરતા તેઓ પહોંચ્યા હતા. સ્થળ પર જઇને જોતા મગર બરાબર સજ્જડ જાળમાં ફસાયો હતો. આખરે દોઢ કલાકની મહેનત બાદ મગરનો છુટકારો થયો હતો. જે બાદ મગરને ફોરેસ્ટ વિભાગમાં જમા કરાવી દેવામાં આવ્યો હતો.

માછલી પકડવાની જાળમાં ફસાઇ ગયો

વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીક નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને મગરો ચોમાસાની રૂતુમાં માનવ વસ્તી નજીક આવી પહોંચે છે. જો કે, વડોદરામાં જીવદયા માટે કામ કરતી એનજીઓ મોટી સંખ્યામાં હોવાના કારણે માનવ અને મગર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ઓછી સામે આવે છે. આજે વડોદરા ગ્રામ્યમાં આવતા વરસાડા ગામે મગર જોવા મળ્યો હતો. માછલી પકડવાની જાળમાં ફસાઇ ગયો હતો. અને તેને બહાર નીકળવા માટેનો કોઇ રસ્તો ન્હતો. આખરે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને મગરને મુક્ત કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

વિશ્વામિત્રી નદી મગરોનું નિવાસ સ્થાન છે

આશરે દોઢ કલાકની જહેમત બાદ જાળમાં ફસાયેલા મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અને 8 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બાદમાં મગરને સલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું નિવાસ સ્થાન છે. અહિંયા મોટી સંખ્યામાં મગર પરિવાર વસવાટ કરે છે. જે ખાસ કરીને ચોમાસામાં માનવ વસ્તી નજીક આવી ચઢે છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : સ્મશાનનો વહીવટ સંસ્થાને સોંપ્યાના પ્રથમ દિવસે જ ભારે અંધાધૂંધી સર્જાઇ

Tags :
Advertisement

.

×