VADODARA : સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ દોડ્યા
- વડોદરાની વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે
- હરણીની સિગ્નસ સ્કૂલને ધમકી મળતા શાળા છોડી મુકાઇ
- પોલીસની વિવિધ શાખાઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે
VADODARA : વડોદરા (VADODARA) માં વધુ એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હરણી રોડ પર આવેલી સિગ્નસ વર્લ્ડ સ્કુલ (CYGNUS WORLD SCHOOL) ને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ (BOMB THREAT EMAIL) મળતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો શાળાએ દોડી ગયો છે. અને શાળાનું સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ શાળામાં સવારની પાળીમાં સંતાનને મુકી ગયેલા માતા-પિતા બોમ્બ થ્રેટ અંગેનો મેસેજ મળતા જ તેમને પરત લેવા શાળાએ દોડ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ પણ વડોદરાની શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે, તે તમામની તપાસમાં કંઇ વાંધાનજક મળી આવ્યું ન્હતું.
વિવિધ શાખાના જવાનો પણ દોડી આવ્યા
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિર પાસે સિગ્નસ વર્લ્ડ સ્કૂલ આવેલી છે. આજે સવારે રાબેતા મુજબ વાલીઓ પોતાના સંતાનને શાળાએ મુકવા અથવા મોકલ્યા હતા. તેવામાં 8 વાગ્યાના આરસામાં શાળા તરફથી વાલીઓને જાણ કરવામાં આવી કે, શાળાને બોમ્બ થ્રેટ મળ્યો છે. આ વાતની જાણ થતા વાલીઓ તુરંત પોતાના સંતાનને લેવા માટે શાળાએ દોડીને પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસની વિવિધ શાખાના જવાનો પણ દોડી આવ્યા હતા.
આઇપી એડ્રેસની પણ તપાસ કરવામાં આવનાર છે
સમગ્ર મામલે સ્થળ પર પહોંચેલા ડીસીપી પન્ના મોમાયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે વડોદરાની સિગ્નસ સ્કૂલને ઇમેલ મળ્યો છે. જેમાં બોમ્બ મૂક્યો હોવાની વાત કહેવામાં આવી છે. આ ઇમેલ અંગે શાળાના પ્રિન્સિપાલે તુરંત પોલીસ વિભાગનો સંપર્ક કર્યો હતો. અને પોલીસની ટીમો અહિંયા પહોંચી ગઇ છે. બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં શાળામાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યાંથી ઇમેલ મોકલવામાં આવ્યો છે, તેના આઇપી એડ્રેસની પણ તપાસ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો ---- Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ


