Vadodara : રોડ-રસ્તાનું ધીમી ગતિનું કામ વેગ પકડે તે માટે શ્રીફળ વધેરી, ચૂંદડી અર્પણ કરી
- તંત્રનું ધ્યાન ખેંચવા અનોખો વિરોધ કરાયો
- સામાજીક કાર્યકરે શ્રીફળ વધેરી ચૂંદડી અર્પણ કરી
- એક મહિનાથી રોડ ખોદેલી હાલતમાં મુકી રખાયો છે
Vadodara : વડોદરા (Vadodara) માં વિકાસના કાર્યો ધીમી ગતિએ થતા હોવાનું કોઇ નવી વાત નથી. પરંતુ કેટલીક વખત આ ધીમી ગતિના કારણે વડોદરાના વેરા ભરતા નાગરિકો ત્રસ્ત થાય છે. આવું જ કંઇક વડોદરાના એરપોર્ટ સર્કલ નજીક જોવા મળી રહ્યું છે. વડોદરાના એરપોર્ટ સર્કલ (Airport Circle - Vadodara) નજીક રોડનો ખૂણે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ શરૂ કરવા રોડ ખોદીને બેરીકેટીંગ કરવામાં આવ્યું છે. આ બેરીકેટીંગને વિતેલા એક માસથી જેમની તેમ સ્થિતીમાં છે. જેને પગલે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. આખરે આજે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ આ સ્થળે શ્રીળળ વધેરીને ચૂંદડી અર્પણ કરી છે. અને ધીમી કામગીરી વેગવંતી બને તેવી પ્રાર્થના કરી છે.
એક મહિનાથી ખોદીને રાખ્યો છે
સામાજીક કાર્યકર (Social Worker - Vadodara) અતુલ ગામેચીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરા શહેરનું એરપોર્ટ ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. દરેક ચાર રસ્તાના ખૂણાઓ ખુલ્લા કરવાના છે, રોડને ખુલ્લા કરવાના છે. પરંતુ ક્યાંક ધારાસભ્ય, કોર્પોરેટર અને અધિકારીઓ દ્વારા એરપોર્ટ સર્કલ પાસે ખોડિયાર નગરથી આવતા રોડ પરનો ખૂણો એક મહિનાથી ખોદીને રાખ્યો છે, પેવર બ્લોક ઉખાડી દીધા છે. એક મહિનાથી કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. અમે ગત સપ્તાહે કહ્યું હતું કે, ગોકળગતિએ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ઝડપથી કરવામાં આવે.
નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું કે, ગણેશજીની મૂર્તિ લાવવા-લઇ જવા, અથવા તો કોઇ વાહન ચાલક-રાહદારી અકસ્માતનો ભોગ બની શકે છે. આ કામગીરીનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. છતાં કામગીરી ધીમી ગતિએ થઇ રહી છે. પ્રતિષ્ઠિત નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમે આ વાતનો વિરોધ કરીએ છીએ. સત્તાધીશોને વિનંતી કે, નાગરિકોને વેરાનું વળતર આપો, તેમને પ્રાથમિક સુવિધા આપો. સત્તાધીશોને વિનંતી છે કે, અહિંયા મુલાકાત લઇને સ્થળ ચકાસણી કરવામાં આવે.
આ પણ વાંચો ----- Vadodara : કાચુ કામ કરતા ગણેશજીની આગમન યાત્રામાં મૂર્તિ પડી, રજુઆત કરતા દંડા મળ્યા


