ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આપતા 7 શાળા સીલ કરાઇ

VADODARA : ગત વર્ષે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ પાલિકા એક્શનમાં આવી હતી
06:45 AM Jun 08, 2025 IST | PARTH PANDYA
VADODARA : ગત વર્ષે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ પાલિકા એક્શનમાં આવી હતી

VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરની શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે. આ દરમિયાનના સમયનો ઉપયોગ કરીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO - VADODARA) અને પાલિકા (VMC - VADODARA) દ્વારા 290 શાળા (SCHOOL) માં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ (STRUCTURE STABILITY REPORT) નું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 290 શાળાઓ પૈકી 7 શાળા પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી તેને સીલ કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 7 પૈકી 4 શાળાઓ દ્વારા તાત્કાલિક રિપોર્ટ રજુ કરવામાં આવતા રજા બાદ શાળા ખોલવામાં આવનાર છે.

હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે

ગત વર્ષે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ પાલિકા એક્શનમાં આવી હતી. અને પાલિકાએ 290 શાળામાં ચેકીંગ હાથ ધર્યું હતું. હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે. આ સમયનો ઉપયોગ કરીને પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળાઓમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો.

રજા બાદ આ શાળાઓ પર મારેલું સીલ દુર કરાશે

આ ચકાસણી દરમિયાન 290 પૈકી 14 શાળા પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોવાનું સપાટી પર આવતા નોટીસ ફટકારવામાં આવી હતી. જે બાદ 7 શાળાઓ દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીની શાળા દ્વારા આ કાર્યવાહી કરવામાં નહીં આવતા તેને પાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. સીલ કરી દેવામાં આવેલી શાળાઓ પૈકી અયાલ સ્કુલ, ગાયત્રી વિદ્યાલય, આદર્શ હિન્દી વિદ્યાલય, અને રોઝી શાળાના સંચાલકો દ્વારા મોડે મોડે રિપોર્ટ સબમિટ કર્યો હોવાનું સપાટી પર આવ્યું છે. રજા બાદ આ શાળાઓ પર મારેલું સીલ દુર કરવામાં આવશે.

પાલિકાએ સીલ કરેલી શાળાઓની યાદી

  1. અયાલ સ્કુલ - ફતેગંજ
  2. ગાયત્રી વિદ્યાલય - ગોત્રી
  3. આદર્શ હિન્દી વિદ્યાલય
  4. રોઝી પ્રાયમરી સ્કૂલ - પાણીગેટ
  5. આદર્શ સ્કૂલ - ખોડિયાર નગર
  6. રોઝી ઇંગ્લિશ મિડિયમ - પાણીગેટ
  7. વાડીવાલા સ્કૂલ - તાંદલજા

આ પણ વાંચો --- Navsari : ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં, એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની

Tags :
7andCheckingDEOduringGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsofpremisesreportSchoolSealstabilitystructuralvacationVadodaraVMC
Next Article