VADODARA : જિલ્લામાં વાહન વ્યવહાર માટે વધુ પાંચ પૂલનો ઉપયોગ પ્રતિબંધિત
- ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સતર્ક બન્યું
- તાબડતોબ બ્રિજની ટકાઉપણાની ચકાસણી કરાઇ
- લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને વધુ પાંચ પૂલ બંધ કરાયા
VADODARA : મુજપૂર – ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના (GAMBHIRA BRIDGE TRAGEDY) બાદ વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં આવેલા તમામ પૂલોને કરાયેલી ચકાસણી બાદ વધુ પાંચ પૂલ ઉપરનો ભારવાહકોનો વાહન વ્યવહાર પરિવર્તિત કરાયો છે. નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પટેલે જાહેરનામા પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન જાહેર કર્યા છે.
ડાયવર્ઝન અપાયા
આ જાહેરનામાઓ મુજબ જૂના આઠ નંબરના નેશનલ હાઇવે ઉપર ઢાઢર નદીના પૂલ ઉપર ભારવાહકો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ભારે વાહનોએ પોર તરફ જતા સેવા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત કરજણ – આમોદ જૂનો રેલ્વે બ્રિજ ઉપરથી પસાર થતાં ભારદારી વાહનોએ નેશનલ હાઇવે ૪૮થી આમોદ, ઉમજ અને પાદરા તરફ જતા ભારદારી વાહનોએ કરજણ ડાયવર્જન અણસ્તુ તરફ જતા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આમોદ, ઉમજ અને પાદરાથી નેશનલ હાઇવે ૪૮ તરફ જતાં ભારદારી વાહનોએ પણ આ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
વૈકલ્પિક રસ્તા નીચે અનુસાર રહેશે
વાઘોડિયા તાલુકાના રાજપૂરા ગામ પાસે એપ્રોચ રોડ ઉપર માયનોર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. રાજપૂરાના ગ્રામજનોએ તેના વિકલ્પે સરનેજ, ખંડેવાડાથી હાલોલ વડોદરા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. ખાખરિયા તરફના ગ્રામજનોએ મુઢેલા, શંકરપૂરા, પાલડી, ધનોરા, હરિપૂરા, જરોદથી હાલોલ વડોદરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. સાવલી તાલુકાના ધનતેજ પાસે આવેલા પૂલને પણ બંધ કરવામાં આવ્યો છે. તેના બદલે કંબોલા, નેવારિયા, પલાસા, રતનપૂર, ધનતેજ રોડથી કંબોલા રોડથી ધનતેજ તરફ જવું. ચાંપાનેર, મોટી ભાડોલ, વસનપૂરા, મેવલી, સાંઢાસાલ રોડ તરફ જવાનું રહેશે.
વિશ્વામિત્રી નદી ઉપરનો જૂનો બ્રિજ બંધ
વાઘોડિયા તાલુકાના લીલોરા પાલડી ખાખરિયા રોડ ઉપર વિશ્વામિત્રી નદી ઉપરનો જૂનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તેના બદલે પાલડી, ધનોરા, ધરીપૂરા, જરોદ, લીલોરા રોડ અને પાલડી, શંકરપૂરા, બોડીદ્રા, હાંસાપૂર, આસોજ લીલોરા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
આ પણ વાંચો ---- VADODARA : અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફીક જામ, ખાડાએ સર્જી મોકાણ


