Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA જિલ્લામાં માર્ગો ઉપર બનેલા 115 પૂલોની ચકાસણી કરાઇ

VADODARA : કોઇ બ્રિજમાં રિપેરિંગ, વેજીટેશન, પેચવર્ક, ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝન આપવા સહિતની બાબતોની કામગીરી કરવા સૂચના
vadodara જિલ્લામાં માર્ગો ઉપર બનેલા 115 પૂલોની ચકાસણી કરાઇ
Advertisement
  • ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આદેશો અપાયા હતા
  • જિલ્લામાં આવતા 115 પુલોની બે દિવસમાં ચકાસણી કરવામાં આવી છે
  • તજજ્ઞો દ્વારા વિવિધ પાસાઓને ધ્યાને રાખીને ચકાસણી કરવામાં આવી છે

VADODARA : મુજપૂર પૂલ દુર્ઘટના (GAMBHIRA BRIDGE TRAGEDY) બાદ સલામતીના ભાગ રૂપે વડોદરા શહેર અને જિલ્લામાં (VADODARA CITY AND DISTRICT) તમામ બ્રિજની ઝૂંબેશના સ્વરૂપે ચકાસણી કરવામાં આવી છે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ (VADODARA COLLECTOR) એક આદેશ કરી જુદી જુદી ટીમોની રચના કરી હતી અને આ ટીમોને બે દિવસમાં તમામ પૂલોની ચકાસણી (BRIDGE REVIEW) કરવાની કામગીરી સોંપી હતી. ટીમો દ્વારા આપવામાં આવેલા અહેવાલને અનુરૂપ કામગીરી કરવામાં આવશે.

Advertisement

નાયબ કલેક્ટરના નેતૃત્વમાં ટીમોનું ગઠન કરવામાં આવ્યું

વડોદરા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના ૯૪ અને પંચાયત હસ્તકના ૨૧ નાનામોટા બ્રિજ છે. આ તમામની ચકાસણી કરવા માટે કલેક્ટરશ્રી દ્વારા નાયબ કલેક્ટરના નેતૃત્વમાં ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમોને બે દિવસમાં આ કામગીરીની પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.

Advertisement

કામગીરી બે દિવસમાં પૂર્ણ કરી તેનો અહેવાલ સોંપવામાં આવ્યો

ચકાસણી કરવામાં આવેલા પૂલોની તાલુકાવાર સંખ્યા જોઇએ તો વડોદરા તાલુકામાં ૨૫, પાદરામાં ૫, કરજણમાં ૧૩, શિનોરમાં ૮, ડભોઇમાં ૧૭, વાઘોડિયામાં ૨૫, સાવલીમાં ૧૭ અને ડેસર તાલુકામાં ૫ મળી કુલ ૧૧૫ પૂલોની ચકાસણી કરવામાં આવી હતી. મેજર અને માઇનોર પ્રકારના આ પૂલોની નાયબ કલેક્ટરશ્રી તથા માર્ગ અને મકાન વિભાગના તજજ્ઞ અધિકારીઓ દ્વારા વિવિધ પાસાઓને ધ્યાને રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી બે દિવસમાં પૂર્ણ કરી તેનો અહેવાલ સોંપવામાં આવ્યો છે.

વિવિધ બાબતે ભલામણો કરવામાં આવી

આ અહેવાલમાં કોઇ બ્રિજમાં રિપેરિંગ, વેજીટેશન, પેચવર્ક, ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝન આપવા સહિતની બાબતોની ભલામણો કરવામાં આવી છે. તે મુજબની કામગીરી આગામી દિવસમાં કરવામાં આવશે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ ડભોઇ સહિતના તાલુકાના બ્રિજની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો ---- VADODARA : ખાડા પૂરવામાં વ્યસ્ત તંત્રને કારેલીબાગમાં ભૂવાની સરપ્રાઇઝ મળી

Tags :
Advertisement

.

×