Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જિલ્લામાં કુલ વાવેતરની સાપેક્ષે 14 ટકા જમીનમાં ખરીફ પાકની 'વિષમુક્ત' વાવણી

VADODARA : પ્રાકૃતિક કૃષિના ૨૫૭૯૬ ઋષિઓએ સરેરાશ ૨.૨ વિઘા લેખે ૯૨૮૪ હેક્ટરમાં ખરીફ પાકની વાવણી ઝેરમુક્ત કરીને પ્રેરણારૂપ કાર્ય કર્યું
vadodara   જિલ્લામાં કુલ વાવેતરની સાપેક્ષે 14 ટકા જમીનમાં ખરીફ પાકની  વિષમુક્ત  વાવણી
Advertisement
  • વડોદરા જિલ્લાના ખેડૂતોનો ગૌ આધારિત ખેતી કરફ ઝુકાવ વધ્યો
  • ચોમાસાન રૂતુમાં ખરીફ પાકના વાવેતરમાં તેની અસર દેખાઇ
  • સરકારના પ્રયત્નોના પરિણામે પ્રાકૃતિક કૃષિનો વાવેતર વિસ્તાર ૧૪ ટકા જેટલો થયો

VADODARA : શ્રાવણ માસના સરવડા કૃષિ પાકો ઉપર કંચન વરસાવી રહ્યા છે. વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના ખેડૂતોએ અત્યાર સુધીમાં ૬૪૬૪૩ હેક્ટર જમીનમાં વિવિધ પાકોની વાવણી કરી છે. આ સપ્તાહનો વરસાદ (MONSOON - 2025) ધરતીપુત્રો માટે આકાશી આશીર્વાદ વરસાવી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના વાવેતર વિસ્તારની સાપેક્ષે અત્યાર સુધીમાં ૨૬ ટકા વાવણી થઇ છે. જો કે, દિવેલા અને તુવેરની વાવણીનો એક મોટો તબક્કો હજું બાકી છે. એ પૂર્ણ થયા બાદ ખરીફ પાકના વાવેતર (MONSOON CROP) વિસ્તારમાં મોટી વૃદ્ધ થશે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વિવિધ પાકોની વાવણી કરી

મજાની વાત એ છે કે, અત્યાર સુધી થયેલી વાવણીના કુલ વિસ્તારની સાપેક્ષે પ્રાકૃતિક કૃષિનો વાવેતર વિસ્તાર ૧૪ ટકા થયો છે. વડોદરા જિલ્લામાં ૨૫૭૯૬ ખેડૂતોએ ૯૨૮૪ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વિવિધ પાકોની વાવણી કરી છે. રાજ્ય સરકારના પ્રયત્નોના પરિણામે પ્રાકૃતિક કૃષિનો વાવેતર વિસ્તાર ૧૪ ટકા જેટલો થયો છે.

Advertisement

વાવણી વિગતવાર

પહેલા સામાન્ય કૃષિ પદ્ધતિની વાત કરીએ તો ડભોઇ તાલુકામાં ૧૪૯૭૬ હેક્ટર, ડેસરમાં ૬૫૫૦, કરજણમાં ૮૫૦૭, પાદરા તાલુકામાં ૧૪૩૭૬, સાવલીમાં ૬૫૮૦, શિનોરમાં ૪૩૩૬, વડોદરા તાલુકામાં ૨૧૨૧ અને વાઘોડિયા તાલુકામાં ૭૧૯૭ હેક્ટર જમીનમાં વાવણી થઇ છે. જિલ્લામાં કુલ ૬૪૬૪૩ હેક્ટરમાં ખરીફ પાક વવાયો છે. જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના ખરીફ પાકની વાવણીની સરેરાશ ૨૩૯૯૭૭ હેક્ટર છે. તેની સાપેક્ષે અત્યાર સુધીમાં ૨૬ ટકા વાવણી થઇ છે. ખરીફ પાકોમાં મુખ્યત્વે ૮૯૪૪ હેક્ટરમાં ડાંગર, ૧૬૬૫ હેક્ટરમાં તૂવેર, ૧૫૦૭ હેક્ટરમાં સોયાબિન અને ૩૬૯૯૮ હેક્ટરમાં કપાસની વાવણી થઇ છે.

Advertisement

રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું પ્રોત્સાહન

તેની સામે ૯૨૮૪ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેડૂતોએ વાવણી કરી છે. સામાન્ય કૃષિના ૬૪૬૪૩ હેક્ટરની સામે પ્રાકૃતિક કૃષિનું પ્રમાણ ૧૪ ટકા છે. આ ટકાવારી પ્રોત્સાહક છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહનને પગલે વડોદરા જિલ્લામાં ૨૫૭૯૬ ખેડૂતોએ આ પદ્ધતિથી ખરીફ પાકોની વાવણી કરી છે.

કઠોળ, સોયાબિન, શાકભાજી મુખ્ય

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો તાલુકાવાર વાવેતર વિસ્તાર એકરમાં જોઇએ તો વડોદરા તાલુકામાં ૧૮૭૯ એકર, કરજણમાં ૩૯૨૯, પાદરામાં ૨૩૪૫, શિનોરમાં ૨૧૩૭, ડભોઇમાં ૩૫૬૭, સાવલીમાં ૩૫૯૯, વાઘોડિયામાં ૩૧૫૭ અને ડેસર તાલુકામાં ૨૩૩૦ એકરમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખરીફ પાકોની વાવણી થઇ છે. જેમાં મુખ્યત્વે કઠોળ, સોયાબિન, શાકભાજી મુખ્ય છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અપનાવેલા પ્રત્યેક ખેડૂતોએ સરેરાશ ૨.૨ વિઘામાં ખરીફ પાકની વાવણી ઝેરમુક્ત રીતે કરી છે.

આ પણ વાંચો ---- VADODARA : શહેરના તમામ વોર્ડમાં તરાપા પહોંચ્યા, વિશ્વામિત્રી પ્રોજેક્ટની 'સફળતા' સામે સવાલ

Tags :
Advertisement

.

×