Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જિલ્લામાં ખાનગી છોડીને સરકારી શાળામાં શિક્ષણ મેળવવાનો ટ્રેન્ડ વધ્યો

VADODARA : 6 વર્ષમાં કુલ ૭,૨૧૧ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળા તરફ વળ્યા, સૌથી વધુ વિદ્યાર્થીઓ પાદરા તાલુકાના
vadodara   જિલ્લામાં ખાનગી છોડીને સરકારી શાળામાં શિક્ષણ મેળવવાનો ટ્રેન્ડ વધ્યો
Advertisement
  • વડોદરા જિલ્લામાં ખાનગી શાળાનો ક્રેઝ ઘટ્યો
  • દર વર્ષે હજારો વિદ્યાર્થીઓએ ખાનગી છોડીને સરકારી શાળાનું શિક્ષણ પસંદ કર્યું
  • નહીવત ફી સાથે વધુ સુવિધા આકર્ષી રહી હોવાનું પ્રાથમિક અનુમાન

VADODARA : રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોતર વધારો થતા અને માળખાકીય સુવિધાઓ વધતા શિક્ષણ ખુબજ સુલભ બન્યું છે. જેના કારણે વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં છેલ્લા ૬ શૈક્ષણિક વર્ષમાં કુલ ૭૨૧૧ વિધાર્થીઓએ ખાનગી શાળાઓ (LEFT PRIVATE SCHOOL) છોડીને સરકારી શાળામાં પ્રવેશ (ADMISSION IN GOVT SCHOOL) મેળવતા ઉલટી ગંગા વહેવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

૧,૭૫૪ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં વાપસી કરી

વડોદરા જિલ્લાની વાત કરીએ તો, શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૭,૨૧૧ ધોરણ ૨ - ૮ માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા માંથી સરકારી શાળામાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે. જે પૈકી પાદરા (PADRA) તાલુકામાં વર્ષ ૨૦૧૯- ૨૦ થી ૨૦૨૪-૨૫ સુધીમાં જિલ્લાભરમાં સૌથી વધુ ૧,૭૫૪ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં વાપસી કરી છે.

Advertisement

સરકારી શાળાઓ પ્રત્યે પોતાની વિશ્વસનીયતા વધી

તાલુકા વાર જોઈએ તો, અત્યાર સુધીમાં પાદરામાં ૧૭૫૪, ડભોઇમાં ૧૦૫૬, ડેસરમાં ૪૨૩, કરજણમાં ૧૦૫૯, સાવલીમાં ૧૦૯૧, શિનોરમાં ૩૫૨, વડોદરામાં ૭૯૫ અને વાઘોડિયામાં ૬૮૧ આમ કુલ ૭,૨૧૧ વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવતા તેમની રાજ્યની સરકારી શાળાઓ પ્રત્યે પોતાની વિશ્વસનીયતા વધી હોવાનું દર્શાવી રહ્યું છે.

Advertisement

શિક્ષકોની ઉપલબ્ધિ અને આધુનિક સુવિધાઓનો વિકાસ

સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો, લાયક અને અનુભવી શિક્ષકોની ઉપલબ્ધિ, આધુનિક સુવિધાઓનો વિકાસ, અને ખાસ કરીને નહીંવત ફી અથવા નિઃશુલ્ક શિક્ષણ જેવી બાબતો વાલીઓને સરકારી શાળાઓ તરફ આકર્ષી રહી છે.

બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો

બીજી તરફ રાજ્યમાં સરકારી શાળાઓની સુવિધાસભર ઇમારતો, ડિજિટલ ક્લાસરૂમ, લાઇબ્રેરી, પ્રાયોગિક લેબ, રમતગમતની સુવિધાઓ અને બાળકોને હૂંફ મળે તેવું વાતાવરણ મળતા બાળકો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. સાથે સાથે તણાવમુક્ત વાતાવરણ મળતા બાળકો ઉત્સાહભેર દફતર લઈને શાળા તરફ જતા થયા છે.

મધ્યમવર્ગના વાલીઓ માટે એક આકર્ષક વિકલ્પ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણનું સાર્વત્રિકરણ થતા સરકારી શાળાઓ હવે માત્ર ગરીબ અને વંચિત વર્ગના બાળકો માટે જ નહીં, પરંતુ મધ્યમવર્ગના વાલીઓ માટે પણ એક આકર્ષક વિકલ્પ બની રહી છે.

આ પણ વાંચો ---- VADODARA : SMC ની રેડમાં રૂ. 2.44 કરોડનો દારૂ પકડાતા PI સસ્પેન્ડ, ACP ને તપાસ સોંપાઇ

Tags :
Advertisement

.

×