VADODARA : મોડી રાત્રે પાણીગેટમાં 'રક્ષિતકાંડ' થતા રહી ગયો, આરોપી ઝબ્બે
- વડોદરામાં મોટો કાંડ થતા રહી ગયો
- મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે ત્રણને અડફેટે લીધા
- કાર થાંભલામાં ભટકાઇ ગયા બાદ રોકાઇ ગઇ
- પોલીસે ચાલક અને તેના મિત્રની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
VADODARA : વડોદરા (VADODARA) ના પાણીગેટમાં ગતરાત્રે નશામાં ધૂત કાર ચાલકે ત્રણને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇને મોટી ઇજા થઇ ન્હોતી. આ ઘટનામાં કાર થાંભલામાં ભટકાઇ જતા આખરે રોકાઇ ગઇ હતી. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને નશામાં ધૂત ચાલક અને તેના મિત્રને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ (DRINK AND DRIVE CASE) અને તેના મિત્ર વિરૂદ્ધ પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. આ ઘટનાને પગલે શહેરમાં વધુ એક વખત રક્ષિતકાંડ વાળી થતા રહી ગઇ હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
તેઓ પીધેલા જણાઇ આવ્યા
એસીપી પલસાણાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગતરાત્રે પાણીગેટ - આજવા રોડ પર આવેલા હરીશ પેટ્રોલપંપ પાસે એક કાર વાંકાચૂકી ચલાવીને થાંભલા સાથે ભટકાડી દીધી હતી. આ અંગે પોલીસને જાણ થતા તુરંત તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકને કારમાંથી નીચે ઉતાર્યો હતો. કારમાં ચાલક અને અન્ય એમ બે વ્યક્તિઓ હાજર હતા. તેઓ પીધેલા જણાઇ આવ્યા હતા. પોલીસ પુછપરછમાં ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા વિરૂદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અન્ય શખ્સ વિજય રાઠોડ વિરૂદ્ધ પીધેલા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ કંટ્રોલ રૂમમાંથી વર્ધિ મળી હતી
એસીપીએ વધુમાં જણાવ્યું કે, કારની માલિકી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેઓએ ક્યાંથી આ દારૂ મેળવ્યો છે, મોડી રાત્રે તેઓ ક્યાં જઇ રહ્યા હતા, તે સહિતના સવાલોના જવાબ તપાસમાં મેળવવામાં આવશે. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાંથી વર્ધિ મળી હતી. બંનેના મેડિકલ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. હજી સુધી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જણાયો નથી. તેની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો ---- VADODARA : 'સ્પાઇડર મેન' સ્ટાઇલથી ઘરમાં ત્રાટકેલ ચોરને દબોચતી પોલીસ


