Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોડી રાત્રે નશામાં ધૂત ચાલકે સર્પાકાર કાર હંકારી, ઉભા રહેવાના પણ હોશ ન્હતા

VADODARA : અલકાપુરી કાર ચાલકે અચાનક રોડના એક છેડેથી બીજા છેડા સુધી સર્પાકાર હાંકી, તે સમયે કોઇ આસપાસમાં ન્હતું જેથી અકસ્માત ટળ્યો
vadodara   મોડી રાત્રે નશામાં ધૂત ચાલકે સર્પાકાર કાર હંકારી  ઉભા રહેવાના પણ હોશ ન્હતા
Advertisement
  • અલકાપુરીમાં મોટી દુર્ઘટના થતા અટકી
  • ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ મામલે નશામાં ધૂત કાર ચાલકની ધરપકડ
  • ચાલકે અમદાવાદથી જ પેગ માર્યા હોવાનું વાયરલ વીડિયોમાં જણાવ્યું

VADODARA : વડોદરામાં ગતમોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. નશામાં ધૂત ચાલકે અચાનક કાર સર્પાકાર રીતે ચલાવતા પાછળથી આવતા વાહન ચાલકોને જીવ તાળવે ચોંટ્યા હતા. બાદમાં કોઇને કાર ચાલકને સહેજ આગળ જતા અટકાવવામાં આવ્યો હતો. અને બાદમાં તેને કારમાંથી ટેકો આપીને બહાર કાઢ્યો હતો. તે સમયે કાર ચાલકના બોલવા કે ચાલવાના હોશ પણ રહ્યા ન્હતા. આખરે અકોટા પોલીસ મથકના જવાનોને નશામાં ધૂત કાર ચાલકને સોંપી દેવામાં આવ્યો છે. કાર ચાલક અમદાવાદથી નીકળ્યો હોવાનું અને મૂળ સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

સલામત રીતે તેને આંતરીને કાર રોડવામાં આવી

ગતરાત્રે શહેરમાં લોકોના જીવ તાળવે ચોંટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અલકાપુરી વિસ્તારમાં એક કાર ચાલકે અચાનક રોડના એક છેડેથી બીજા છેડા સુધી સર્પાકાર હાંકી હતી. તે સમયે કોઇ આસપાસમાં ન્હતું જેથી અકસ્માત ટળ્યો હતો. આ અંગે પાછળથી આવતા વાહનોનું ધ્યાન જતા તેઓએ તેને પીછો કર્યો હતો. અને થોડાક અંતરે સલામત રીતે તેને આંતરીને કાર રોડવામાં આવી હતી. કારને રોકીને તેમાંથી ચાલકને બહાર કાઢતા તે ચિક્કાર નશાની હાલતમાં જણાઇ આવ્યો હતો. ચાલકના પોતાના બોલવા કે ચાલવાના હોશ રહ્યા ન્હતા. છતાં જે રોડ પર કાર હાંકી રહ્યો હતો.

Advertisement

અમદાવાદથી જ દારૂના ચાર પેગ મારીને નીકળ્યા

કાર ચાલકને રોકીને લોકોએ તેને અકોટા પોલીસ મથકના જવાનોને સોંપ્યો હતો. કાર ચાલકનું નામ કાળુભાઇ જોધાભાઇ સાટીયા (રહે. સુરત) હોવાનું જાણવા મળી રહ્યું છે. તે અમદાવાદથી જ દારૂના ચાર પેગ મારીને નીકળ્યા હોવાનું વાયરલ વીડિયોમાં જણાવી રહ્યા છે. આરોપી સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો ---- Gujarat Monsoon: વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર, જાણો ક્યા છે ભારે મેઘની આગાહી

Tags :
Advertisement

.

×