ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ભારદારી ડમ્પરની અડફેટે MSU ના આસિ. પ્રોફેસરનું સ્થળ પર મોત

VADODARA : મહિલા પ્રોફેસર ડમ્પરના પાછલા વ્હીલમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
09:16 AM Jun 19, 2025 IST | PARTH PANDYA
VADODARA : મહિલા પ્રોફેસર ડમ્પરના પાછલા વ્હીલમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

VADODARA : વડોદરા (VADODARA) માં ભારદારી વાહનોનો ત્રાસ અટકવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં સાંજના સમયે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના આસિ પ્રોફેસર (MSU - VADODARA) પોતાના ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા. દરમિયાન વાઘોડિયા-વૃંદાવન ચોકડી પાસે ડમ્પરે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફેટે (DUMPER ACCIDENT) લીધા હતા. આ ઘટનામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. અને બેદરકાર ડમ્પર ચાલકની અટકાયત કરીને તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. ભારદારી વાહનોથી અકસ્માતની ઘટનાઓ પર લગામ કસવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે.

મહિલા પ્રોફેસર ડમ્પરના પાછલા વ્હીલમાં આવી ગયા

વડોદરામાં ભારદારી વાહનો પર લગામ કસવા માટે ટ્રાફીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ તેમાં જોઇએ તેવી સફળતા મળી નથી.આ વાતની સાબિતી આપતો કિસ્સો સપાટી પર આવ્યો છે. તાજેતરમાં વડોદરાના વાઘોડિયામાં વૃંદાવન ચોકડી પાસે MSU ના આસિસ્ટન્ટ મહિલા પ્રોફેસર આયુષી શુક્લા પોતાના ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા. દરમિયાન નજીકથી પસાર થતા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. મહિલા પ્રોફેસર ડમ્પરના પાછલા વ્હીલમાં આવી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

કંઇક અથડાયું હોવાનો આભાસ થતા વાહન થોભાવ્યું

આ ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બેદરકાર ડમ્પર ચાલક અશ્વિન માણજી ઠાકોરની અટકાયત કરીને તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. ડમ્પર-મિક્સર ચાલકે પોલીસને જણાવ્યું કે, તેના વાહન જોડે કંઇક અથડાયું હોવાનો આભાસ થતા તેણે વાહન થોભાવ્યું હતું. અને નીચે ઉતરીને જોતા મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. ઘટના બાદ આસપાસ લોકો એકત્ર થઇ જતા તેમણે ચાલકની અટકાયત કરીને તેને પોલીસને સોંપ્યો હતો. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. સુત્રોએ ઉમેર્યું કે, અકસ્માતની ઘટનામાં મૃતક આયુષી શુક્લાએ MSU માં જ B.COM અને M.COM નો અભ્યાસ કર્યો હતો. તે ભણવામાં તેજસ્વી હતા. તેઓ બેન્કિંગ ડિપાર્ટમેન્ટમાં ટેમ્પરરી આસિ. પ્રોફેસર હતા.

આ પણ વાંચો --- Ahmedabad Plane Crash : પોલીસની કામગીરી અંગે એડિશનલ CP સાથે Gujarat First ની વાતચીત

Tags :
AccidentassistantdriverDumperGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHANDOVERLifelostMsuonpoliceprofessorspottoVadodara
Next Article