Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પોલીસ કમિ. જોડે સંકલનની બેઠક મળી, ટ્રાફિક-પરમિશનના મુદ્દાઓ મુકાયા

VADODARA : ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે તે માટે તાલિમ, ટીઆરબી માટે વ્યવસ્થા અને તાલિમબદ્ધ રીતે કામ થાય તે માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે
vadodara   પોલીસ કમિ  જોડે સંકલનની બેઠક મળી  ટ્રાફિક પરમિશનના મુદ્દાઓ મુકાયા
Advertisement
  • આજે ચૂંટાયેલા પ્રતિનીધી પોલીસ કમિશનરની મુલાકાતે પહોંચ્યા
  • સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોને અસરકારક રીતે મુકાયા
  • આગામી તહેવારોને ધ્યાને રાખીને ખાસ પરમિશનનો મુદ્દે મુકાયો

VADODARA : આજે વડોદરા (VADODARA) ના ચૂંટાયેલા પ્રતિનિધી (ELECTED REPRESENTATIVE) અને શહેર પોલીસ કમિશનર (POLICE COMMISSIONER) તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની સંકલનની બેઠક મળી હતી. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ (TRAFFIC MANAGEMENT) અને તહેવાર ટાણે સરળતાથી પોલીસ પરમિશન (POLICE PERMISSION) મળે તે સહિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. બીજી તરફ શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે ઘટતું કરવાની બાંહેધારી આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશર નરસિમ્હા કોમારનું કહેવું છે કે, ગત વર્ષની તુલનામાં આ પ્રથમ પાંચ મહિનામાં આપણે 4 ઘણાથી વધારે લો એન્ફોર્સમેન્ટ લાગુ કર્યું છે. અને સાથે ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે તે માટે પોલીસને તાલિક, ટીઆરબી માટે જરૂરી વ્યવસ્થા અને તાલિમબદ્ધ રીતે કામ થાય તે માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાની જવાબદારી પાલિકા તંત્ર ઉપર છે

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આપણે દર મહિને સંકલનની બેઠકનું આયોજન કરીએ છીએ. જેમાં લો એન્ફોર્સમેન્ટને લગતા કેટલાક મુદ્દાઓને ચર્ચામાં લેતા હોઇએ છીએ. આ વખતે મુખ્યત્વે ટ્રાફિક નિયમન, અને દબાણો દુર કરવા સંબંધિત સુઝાવો આવ્યા છે. જેને ધ્યાને રાખીને શહેર પોલીસ દ્વારા અસરકારક પોલીસીંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનીંગ કરશે. આપણે ટ્રાફિક સિગ્લ, સીસીટીવી કેમેરા અને ફોટો આધારિત એન્ફોર્સમેન્ટ મહત્વનું રહેશે. રોડ એન્જિનિયરીંગ, ખાડા પુરવાનું કામ, નો પાર્કિંગની વ્યવસ્થા કરવી, સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાની જવાબદારી પાલિકા તંત્ર ઉપર છે. અન્ય સાથે સંકલન સાધીને માર્ગ સુરક્ષા જળવાય તે માટે પ્રયત્નશીલ રહીશું.

Advertisement

4 ઘણાથી વધારે લો એન્ફોર્સમેન્ટ લાગુ કર્યું

વધુમાં જણાવ્યું કે, ગત વર્ષની તુલનામાં આ પ્રથમ પાંચ મહિનામાં આપણે 4 ઘણાથી વધારે લો એન્ફોર્સમેન્ટ લાગુ કર્યું છે. અને સાથે ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે તે માટે પોલીસને તાલિક, ટીઆરબી માટે જરૂરી વ્યવસ્થા અને તાલિમબદ્ધ રીતે કામ થાય તે માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. ધારાસભ્યો અને સાંસદ તરફથી જે કોઇ સૂચનો આવ્યા છે, તેને સમાવી લેવામાં આવશે.

Advertisement

વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય છે

સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે, ગણેશજી અને નવરાત્રી આવી રહ્યા છે. તેમાં મંડળોને સમયસર પરમિશન મળવી જોઇએ. પરવાનગી કાયદેસર વહેલી તકે મળી જવી જોઇએ. ગઇ વખતે જે મગજમારી થઇ હતી, તે ના થાય તે જોવાની જવાબદારી પોલીસની છે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય છે. કોઇ જગ્યાએ દેખાતી નથી. તેનું કારણ છે કે, વડોદરા પોલીસમાં 20 ટકા પોલીસની ઘટ છે. ગુજરાતમાં જે મોટા શહેરો છે, તેમાં વડોદરામાં કેટલી ઘટ છે, તેના આંકડા માંગવામાં આવ્યા છે. જો તે મળે તો અમે સરકારમાં રજુઆત કરીએ. હમણાં જગન્નાથજીની યાત્રા નીકળી, તેમાં પોલીસે ડીજે વાગના દીધું ન્હોતું, તહેવારો રંગેચંગે ઉજવાય છે, પોલીસ તાકાત બતાવીને કે ડરાવીને ફિયાસ્કો ના કરે, જે પરવાનગી માંગે તે આપવું જોઇએ. તેની લિમિટ હોવી જોઇએ. ઘણી રજુઆતો કરી છે, બધા ધારાસભ્યએ ટ્રાફિકની રજુઆતો કરી છે, લોભામણી જાહેરાતોમાં ગરીબો મરે છે, તેને જલ્દી પકડો. શાક માર્કેટમાં ધારાધોરણ ઉભા કરો, તેનું કામ પોલીસ અને પાલિકાએ કરવું જોઇએ.

આ પણ વાંચો ---- VADODARA : ગેરકાયદે રહેતા 250 બાંગ્લાદેશીઓને વાયુસેનાના વિમાનમાં રવાના કરાયા

Tags :
Advertisement

.

×