VADODARA : 50 હજાર જેટલા ખેડૂતોને PM કિસાન યોજનાનો હપ્તો નહી મળે
- પીએમ કિસાન યોજના માટે સમયસર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી
- વડોદરાના 50 હજાર જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશનથી હજી પણ વંચિત
- આગામી ત્રણ દિવસમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા તંત્રનો અનુરોધ
VADODARA : પી.એમ.કિસાન સન્માનનિધિ યોજનામાં વડોદરા જિલ્લામાં ૧૯માં હપ્તાનો લાભ કુલ ૧,૭૭,૪૪૦ ખેડૂતોને મળ્યો છે અને ૫૯,૪૦૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી હતું. સોમવાર અને મંગળવારે યોજાયેલા ખાસ કેમ્પમાં દસ હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઇ છે. જો આ નોંધણી નહી કરાવવામાં આવે તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ ના મળે એવી શક્યતા છે.
એગ્રી સ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશન ફરજીયાત
જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા તા.૩૦-૦૬-૨૦૨૫ અને તા.૦૧-૦૭-૨૦૨૫ના રોજ વડોદરા જિલ્લાના તમામ ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૧૦૦૦૦ થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારો માટે ભારત સરકારશ્રી દ્વારા એગ્રી સ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશન ફરજીયાત કરેલ છે. જે અન્વયે હજુ પણ ૫૦૦૦૦ ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન થયેલ નથી, જેઓને આગામી હપ્તાનો લાભ મળવા પાત્ર થશે નહિ. હજુ આગામી ૫ તારીખ સુધી સદર નોંધણીની કામગીરી ચાલુ રાખવામા આવેલ છે જેની તમામએ નોંધ લેવી અને તમામની નોંધણી કરવા અનુરોધ છે.
નોંધણી કરવી લેવા ખેડૂતોને ખાસ અનુરોઘ
આ યોજનાનો લાભ ચાલુ રાખવા માગતા હોય તો ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે જેમાં આધારકાર્ડ, મોબાઈલ નંબર અને ૮-અની વિગત લઈ ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર (VCE), CSC અથવા સેલ્ફ રજીસ્ટ્રેશન મોડ વેબ સાઇટ પર નોંધણી કરવી લેવા ખેડૂતોને ખાસ અનુરોઘ છે. ખેડૂત નોંધણી(ફાર્મર રજ્રીસ્ટ્રેશન) કરાવવામાં કોઈ પ્રશ્ન હોય તો ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) નો સંપર્ક કરવા જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો --- VADODARA : પૂર્વ કોર્પોરેટરે જાતે મકાનના દબાણો હટાવી સરકારી જમીન ખુલ્લી કરી


