Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : PM કિસાન યોજાનામાં નોંધણી માટે એપનો ઉપયોગ કરવો પડશે

VADODARA : તમામને સરકારની કલ્યાણકારી યોજનાઓ, હવામાન ખાતાની આગાહી, કુદરતી આફતો સમયે રાખવાની સાવચેતીની માહિતી મળશે
vadodara   pm કિસાન યોજાનામાં નોંધણી માટે એપનો ઉપયોગ કરવો પડશે
Advertisement
  • સમય સાથે સરકાર હાઇટેક બની
  • મોબાઇલ એપ થકી પીએમ કિસાન યોજના માટે નોંધણી કરાવી શકાશે
  • હજી પણ 10 જુલાઇ સુધી નોંધણી કરાવી શકાય તેવી વ્યવસ્થા

VADODARA : હાલમાં સરકારીની એગ્રીસ્ટેક યોજના (AGRISTACK SCHEME) હેઠળ ખેડૂતોની નોંધણી નિયત થયેલ પોર્ટલ પર થઈ રહેલ છે. જેમાં ખાસ કરીને પી.એમ.કિસાન (PM KISAN SCHEME) લાભાર્થી કે જેઓને વર્ષમાં ત્રણ વખત રૂ. ૨૦૦૦/-ની રકમ ખેડૂતના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા સીધા જમા કરવવામાં આવે છે. જેથી જે ખેડૂતોએ રૂ. ૨૦૦૦/-નો ચારમાસિક હપ્તો મળે છે તેવા ખેડૂતો તારીખ ૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં ખેડૂત નોંધણી ન કરાવે તો સદર હપ્તો બંધ થઈ શકે તેમ છે. જેથી પી.એમ. કિસાનના નોંધણી બાકી તમામ લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે કે તારીખ ૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં તમારી ખેતીની જમીન જે ગ્રામપંચાયત ખાતે આવેલી છે, તે ગ્રામપંચાયતના તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, વી.સી.ઇનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવી. મોબાઇલ વપરાશની સારી જાણકારી ધરાવનાર ખેડૂતો પોતે પણ ખેડૂત નોંધણી કરી શકે છે.

જાણકારી ખેડૂતને મોબાઈલ મારફત સીધી મળશે

વધુમાં પી.એમ. કિસાનનો લાભ નથી મેળવતા તેવા ખેડૂતોએ પણ ખેડૂત નોંધણી કરાવવી ફરજીયાત છે. તમામ ખેડૂતો ખેડૂત નોંધણી કરાવીને ફાર્મર પ્રગતિ એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરશે, તેવા તમામ ખેડૂતોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ, હવામાન ખાતાની આગાહી, કુદરતી આફતો સમયે રાખવાની સાવચેતી તેમજ ખેડૂત ઉપયોગી જાણકારી ખેડૂતને મોબાઈલ મારફત સીધી મળશે. જેથી તમામ ખેડૂત મિત્રોને ખેડૂત નોંધણી કરાવી, કૃષિ પ્રગતિ એપ પણ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવા સંયુક્ત ખેતી નિયામક એમ એમ પટેલ દ્વારા જણાવવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો ---- Surat Rain: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

Advertisement

Tags :
Advertisement

.

×