VADODARA : બોલાચાલી-મારામારી બાદ યુવકને થાર વડે કચડી કાઢવાનો પ્રયાસ
- આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે માથાભારે તત્વો બેફામ બન્યા
- બોલાચારી-મારામારી બાદ થાર ચઢાવી દેવાનો પ્રયાસ
- એક્ટિવા ચાલકનો માંડ બચાવ, હાથે ફ્રેક્ચર આવ્યું
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના આયુર્વેદિક ચાર રસ્તા પાસે આવેલી આઇસ્ક્રીમની દુકાને યુવાનો વચ્ચે મગજમારી થઇ હતી. આરોપીએ ફરિયાદી તથા તેના સગાને ગંદી ગાળોઆપીને માર માર્યો હતો. ત્યાર બાદ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે, તે બાદ મામલો અટક્યો ન્હતો, અને આરોપીએ યુવકને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના પર થાર (THAR CAR ACCIDENT) ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોત. જેમાં યુવકનો માંડ બચાવ થયો હતો. આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથક (PANIGATE POLICE STATION) માં ખૂનની કોશિષનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગંદી ગાળો આપીને માર માર્યો હતો
પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદી હરીશ રમેશભાઇ કહાર (રહે. મહાદેવ નગર, પાણીગેટ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 21, જુલાઇના રોજ રાત્રીના સાડા બાર વાગ્યે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી આઇસક્રીમની દુકાન પાસે હાજર હતા. તે દરમિયાન કૃણાલ રમણભાઇ કહારે ફરિયાદી તથા તેમના કાકાના દિકરા તરંગ કહારને ગંદી ગાળો આપી હતી, અને માર માર્યો હતો. ત્યાર બાદ આરોપી કૃણાલ કહારે ફરિયાદીને મારી નાંખવાના ઇરાદે તેમના એક્ટિવા સાથે જાણી જોઇને થાર ગાડી અથાડી દીધી હતી. અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થયું હતું. આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં કૃણાલ રમણભાઇ કહાર વિરૂદ્ધ ખૂનની કોશિષની ફરિયાદ નોંધવામાં આવી છે. આ
ભાગ્યે જ કોઇ બચ્યું હશે
હાલમાં આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં એક્ટિવાની પરિસ્થિતી જોઇને ભાગ્યે જ કોઇ બચ્યું હશે તેવો અંદાજો લાગી રહ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : ચા પીતા કરેલી મશ્કરી ભારે પડી, ચાકુના એક જ ઘા માં મિત્ર ઢળી પડ્યો


