Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : શહેરના પ્રથમ સાર્વાજનિક ગણેશજીની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ, દબદબાભેર શ્રીજી બિરાજ્યા

Vadodara : આ સ્થાન એવું છે, જ્યાં છત્રપતિ શિવાજીનું ભારતનું સૌ પ્રથમ મંદિર આવેલું છે. આ સ્થાન સ્ટેટથી લઇને આજ સુધી મહત્વ રહ્યું છે - સાંસદ
vadodara   શહેરના પ્રથમ સાર્વાજનિક ગણેશજીની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ  દબદબાભેર શ્રીજી બિરાજ્યા
Advertisement
  • શહેરમાં સાર્વાજનિક ગણેશોત્સ્વની પ્રથમ ઉજવણીએ સવા સો વર્ષ પાર કર્યા
  • સાંસદ ડો. હેમાંગ જોષી ઐતિહાસિક જગ્યાએ સ્થાપનામાં જોડાયા
  • શહેરમાં અનેક છુપી વિરાસતો આવેલી છે

Vadodara : વડોદરા (Vadodara) શહેરનું પ્રથમ સાર્વાજનિક ગણેશ મંડળ, જુમ્માદાદા વ્યાયામ મંદિર (Jummadada Vyayam Mandir - Vadodara) વર્ષ 125 માં વર્ષમાં પ્રવેશ્યું છે. વિતેલા સવા સો વર્ષથી અહિંયા ગણેશોત્સવ (Ganeshotsav - 2025) પર શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. લોકમાન્ય તિલક (Bal Gangadhar Tilak) અને સર સયાજીરાવ ગાયકવાડની (Sir SayajiRao Gaekwad - Vadodara) પ્રેરણાથી જુમ્માદાદા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રથા આજે સવા સો વર્ષ બાદ પણ અકબંધ છે. આજે આ ઐતિહાસિક ગણેશજીના સ્થાપનાના કાર્યક્રમમાં શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી જોડાયા હતા. અને તેમણે ભવ્ય ઇતિહાસની વિગતવાર માહિતી આપી હતી.

Advertisement

જુમ્માદાદા મુસ્લિમ હતા

જુમ્માદાદા વ્યાયામ શાળાના અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે વિવિધ કલ્ચરલ કાર્યક્રમો કરીએ છીએ. 1901 માં જુમ્માદાદા (Jummadada Vyayam Mandir - Vadodara) ઇન્ચાર્જ હતા. તેઓ મુસ્લિમ હતા, છતાં તેમણે લોકોને અને રાષ્ટ્રને જોડવાની ભાવનાથી સાર્વાજનિક ગણેશોત્સવની શરૂઆત કરી હતી. તેનું વિસ્તરીકરણ આખા રાજ્યમાં જુમ્મા દાદાએ કર્યું હતું. તેની માટે લોકમાન્ય તિલક પોતે અહિંયા આવ્યા હતા. તેઓ સયાજીરાવ અને જુમ્માદાદાને મળ્યા હતા, વાત કરી હતી. તે દિવસથી વિવિધ કાર્યક્રમો ચાલુ થયા છે, જે અમે આજે પણ ચાલુ રાખ્યો છે. અમારી સંસ્થા પહેલા શિર્કેના વાડામાં ચાલતી હતી. ત્યાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી 1920 થી એક જ જગ્યાએ થઇ રહ્યું છે. આ સાર્વાજનિક ગણેશોત્સવનું 125 મું વર્ષ ચાલી રહ્યું છે.

Advertisement

વિકાસ અને વિરાસત જાળવે તેવું અનોખું સ્થાન

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, બરોડા સ્ટેટ કહેવાતું હતું ત્યારે 1901 થી ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. જુમ્માદાદા વ્યાયામ શાળા (Jummadada Vyayam Mandir - Vadodara) માં પ્રોફેસર માણેકરાવજીએ બાલ ગંગાધર તિલક અને મહારાજા સયાજીરાવના સહયોગથી સાર્વાજનિક ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 1901 બાદ આજે 125 માં વર્ષે ઐતિહાસિક ગણેશોત્સવનો ભાગ બનવા માટે, મને આમંત્રણ મળ્યું હતું. આજે ગણેશ સ્થાપનાના પુજનમાં ભાગ લઇને તમામને મળ્યો અને ગણેશજીની આરાધની કરી છે. વડાપ્રધાન મોદી વિકાસ અને વિરાસતની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે, જ્યાં છત્રપતિ શિવાજીનું ભારતનું સૌ પ્રથમ મંદિર આવેલું છે. આ સ્થાનનું બરોડા સ્ટેટથી લઇને આજના વડોદરામાં ખુબ મહત્વ રહ્યું છે.

આ પણ વાંચો ----- Vadodara શહેરને સૂરજદાદાના પ્રકોપથી બચાવે છે એક હાથીની પ્રતિમા

Tags :
Advertisement

.

×