VADODARA : મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીની સૌથી મોટી કાર્યવાહી
- GUJARAT FIRST ની ધારદાર રિપોર્ટીંગની અસર
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોટો સપાટો બોલાવ્યો
- એક ઝાટકે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરતા ખળભળાટ
VADODARA : વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના (GAMBHIRA BRIDGE COLLAPSE) અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (CM BHUPENDRA PATEL) ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ફરી એક વખત પ્રજાનો પ્રચંડ અવાજ સાબિત થયું છે. દુર્ઘટના મામલે પ્રજાનો અવાજ બનતા મુખ્યમંત્રીએ બેજવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ પગલાં ભર્યા છે. એક ઝાટકે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ફરીવાર સાબિત થયું પ્રજાનો પ્રચંડ અવાજ એટલે ગુજરાત ફર્સ્ટ
બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત ફર્સ્ટ બન્યું ગુજરાતની જનતાનો અવાજ
મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત લીધા કડક પગલાં
પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે કડક પગલાં લેવાયાં
એક કાર્યપાલક ઇજનેર, 2 નાયબ કાર્યપાલક ઈજનેર ફરજ મોકૂફ… pic.twitter.com/601dUSzR5t— Gujarat First (@GujaratFirst) July 10, 2025
અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી
મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય
નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.
આ પણ વાંચો ---- VADODARA : કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ શહેરના મહેમાન બનશે


