Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની સ્થિતી જાણવા પહોંચ્યા પ્રિન્સિપલ સેક્રેટરી

VADODARA : ઇજાગ્રસ્તોને મેજર ઇજા સિવાય શરીરના કોઈ ભાગમાં સંવેદના ગુમાવી હોય તેની તપાસ કરવા માટે મેડિકલ સ્ટાફને સૂચનો આપ્યા
vadodara   ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની સ્થિતી જાણવા પહોંચ્યા પ્રિન્સિપલ સેક્રેટરી
Advertisement
  • ગંભીરા બ્રિજ દુર્ઘટનાના બીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન જારી
  • એસએસજી હોસ્પિટલમાં સારવાર લેતા ઇજાગ્રસ્તોની ખબર કાઢવા પહોંચ્યા ધનંજય દ્વિવેદી
  • ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા માટેના સૂચનો આપ્યા

VADODARA : વડોદરા જિલ્લાના પાદરા (VADODARA - PADRA) તાલુકાના મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં (GAMBHIRA BRIDGE COLLAPSE) બાદ આજે સતત બીજા દિવસ સુધી તંત્ર ખડેપગે રહી બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે. ત્યારે ઇજાગ્રસ્તોને મળવા માટે ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય દ્વિવેદી GUJARAT PRINCIPAL SECRETARY HEALTH - DHANANJAY DWIVEDI) આજે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ખાતે આવી પહોંચ્યા હતા. પ્રિન્સિપલ સેક્રેટરીએ હોસ્પિટલમાં દાખલ ચાર ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે તબીબો સાથે પણ ચર્ચા કરી હતી અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.

Dhananjay Dwivedi - Principal Secretary of Gujarat

Advertisement

રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડશે

આ મુલાકાત દરમિયાન, પ્રિન્સિપલ સેક્રેટરીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોની પડખે ઊભી છે. તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડશે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. આ ઉપરાંત, ઇજાગ્રસ્તોને મેજર ઇજા સિવાય શરીરના કોઈ ભાગમાં સંવેદના ગુમાવી હોય તે અંગેની ખાસ તપાસ કરવા માટે મેડિકલ સ્ટાફને સૂચનો આપ્યા હતા.

Advertisement

એક મહિલાને રજા અપાઇ

અત્રે નોંધનીય છે કે, દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો માંથી નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ગણપતસિંગ કાનસિંગ રાજપુત, રાજુ દુદાભાઇ હાથીયા અને દિલીપભાઈ રાયસંગ પઢિયાર સારવાર હેઠળ છે. જ્યારે સોનલબેન રમેશભાઈ પઢિયાર કે જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતા પરિવાર સાથે પરત ફરેલ છે. બીજી તરફ આજે સાંજે મૃતકોનો આંક 17 પર પહોંચ્યો છે.

જવાબદાર સામે કાર્યવાહી કરવાની હશે તો કરીશું

આ સાથે જ તેઓ એસએસજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક હોલની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાની બુમો ઉઠતા તેઓએ સ્થળ પર પહોંચીને કામગીરી વિશે માહિતી મેળવી હતી. સાથે જ મીડિયાને જણાવ્યું કે, અમે નિરીક્ષણ કરીશું, ત્યાર બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવાની હશે તો કરીશું. સ્વાસ્થ્ય સેક્રેટરી દ્વારા નિરીક્ષણ કરીને જરૂર પડ્યે કાર્યવાહી કરવાની બાંહેધારી આપ્યા બાદ હવે PIU વિભાગ શું પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો ---- VADODARA : કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ શહેરના મહેમાન બનશે

Tags :
Advertisement

.

×