Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓની મુશ્કેલીઓ વધશે

VADODARA : સસ્પેન્ડેડ ચાર વિરૂદ્ધ અપ્રમાણસરની મિલકત મામલે તપાસ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મંજુરી માંગવામાં આવી છે
vadodara   ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓની મુશ્કેલીઓ વધશે
Advertisement
  • એન્ટી કરપ્શન બ્યુરો એક્શનમાં આવ્યું
  • ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા મંજુરી માંગી
  • અપ્રમાણસર મિલકત અંતે તપાસ હાથ ધરાશે

VADODARA : વડોદરાના પાદરા પાસે સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે (GAMBHIRA BRIDGE TRAGEDY) મોટી અપડેટ સામે આવી છે. આ દુર્ઘટનાના પ્રાથમિક તારણો સામે આવ્યા બાદ રોડ અને બિલ્ડીંગ શાખાના ચાર અધિકારીઓને પાણીચુ પકડાવી દેવામાં આવ્યું હતું. તેમની સામે હવે એન્ટી કરપ્શન બ્યુરો (ANTI CORRUPTION BUREAU) દ્વારા તપાસ શરૂ કરવામાં આવે તેવા એંધાણ સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, એસીબીની તપાસ માટે ઉચ્ચ વિભાગની મંજુરી માંગવામાં આવી છે. જે મળતા જ ચાર વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરવામાં આવશે, અને તપાસ બાદ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા દાખલારૂપ નિર્ણયને પગલે ભ્રષ્ટાચારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

વડી કચેરી ખાતે વિશેષ મંજુરી માંગવામાંં આવી

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક રિપોર્ટના આધારે કાર્યપાલક એન્જિનિયર યુ સી પટેલ, નાયબ કાર્યપાલક એન્જિનિયર આર. ટી. પટેલ, મદદનીશ એન્જિનિયર જે. વી. શાહ અને એન્જિનિયર એન. એમ. નાયકાવાલાને સસ્પેન્ડ કર્યા છે. તમામની બેદરકારી જણાઇ આવતા રાજ્ય સરકારે આકરી કાર્યવાહી કરી છે. તે બાદ હવે સસ્પેન્ડેડ અધિકારીઓ વિરૂદ્ધ અપ્રમાણસરની મિલકત મામલે તપાસ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મંજુરી માંગવામાં આવી છે. તપાસના દાયરામાં આવનારા અધિકારીઓ ક્લાસ - 1 અંતર્ગત આવતા હોવાથી વડી કચેરી ખાતે વિશેષ મંજુરી માંગવામાંં આવી છે. જે મળ્યે વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે.  હાલ, પ્રાથમિક તબક્કે આ માહિતી પ્રાપ્ત થઇ છે.

Advertisement

કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે

તપાસ શરૂ કર્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમો અપ્રમાણસર મિલકત મામલે તપાસ કરશે, ત્યાર બાદ તેનો રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપવામાં આવનાર છે. આ કાર્યવાહીની હલચલ શરૂ થતા જ ભ્રષ્ટાચારીઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આવી દાખલારૂપ કાર્યવાહીને પગલે લોકો સરકારની સરાહના કરી રહ્યા છે. બીજી બાજુ આણંદ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા બ્રિજ પર લટકેલું ટેન્કર હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : નેશનલ હાઇવે પર ટ્રાફીક જામ મામલે કેન્દ્રિય મંત્રીએ અધિકારીઓને તતડાવ્યા

Tags :
Advertisement

.

×