Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બ્રિજ તૂટવાથી વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના

VADODARA : મહી કાંઠાના છાત્રોની સમસ્યાને સંવેદના સભર પ્રતિસાદ આપી મુખ્યમંત્રીએ વડોદરા અને આણંદ જિલ્લા પ્રશાસનને આપી સૂચના
vadodara   બ્રિજ તૂટવાથી વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના
Advertisement
  • તાજેતપરમાં પાદરાનો મુજપૂર ગંભીરા બ્રિજનો ભાગ તુટી પડ્યો છે
  • આ બ્રિજનો ઉપયોગ બંધ થતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે
  • મુખ્યમંત્રી દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવા સૂચન કરાયું

VADODARA : મુજપૂર બ્રિજ તૂટી પડવાના (GAMBHIRA BRIDGE COLLAPSE) કારણે મહી નદીના વડોદરા તરફના ગામોમાંથી આણંદ (VADODARA TO ANAND) અભ્યાસ કરવા માટે એસટી બસમાં મુસાફરી કરીને જતા વિદ્યાર્થીઓ માટે આવી પડેલી સમસ્યાને સંવેદના સભર પ્રતિસાદ આપતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM BHUPENDRA PATEL) આણંદ અને વડોદરા જિલ્લા પ્રશાસનને આ છાત્રો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તેના પગલે વડોદરા એસટી ડિવિઝન દ્વારા બદરણ માટે ૮ ટ્રીપ શરૂ કરવામાં આવી છે.

ડિવિઝનલ મેનેજર સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું

મુખ્યમંત્રીની સૂચનાને પગલે કલેકટર અનિલ ધામેલિયા દ્વારા વિદ્યાર્થી માટે તત્કાળ કરવામાં આવી હતી. આ માટે નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલને જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે તથા ડિવિઝનલ મેનેજર સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું હતું.

Advertisement

એસ ટી દ્વારા ભાદરણની 8 નવી ટ્રીપ શરૂ કરવામાં આવી

આ બેઠકમાં નિર્ણય થયા બાદ એસ ટી દ્વારા ભાદરણની 8 નવી ટ્રીપ શરૂ કરવામાં આવી છે. આ બસ વાયા વડોદરા અને બોરસદ થઈને ચાલશે. બસની સમય સારણી પણ સવાર તથા બપોરના પાસ ધરાવતા છાત્રોને અનુકૂળ રહે તેવી રાખવામાં આવી છે. આ બસ સેવાનો મુજપૂર, એકલબારા, ડબકા, મહુવડ, નવાપુરા ગામના છાત્રોને લાભ મળશે.

Advertisement

આ પણ વાંચો ---- Gujarat Rain: આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા પડશે ધોધમાર વરસાદ

Tags :
Advertisement

.

×