Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં SSG હોસ્પિટલ તંત્રએ શરમ નેવે મુકી !

VADODARA : દુર્ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબક્યા, જેને પહલે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આજદિન સુધી બચાવ કાર્ય ચાલી રહ્યું છે
vadodara   ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ssg હોસ્પિટલ તંત્રએ શરમ નેવે મુકી
Advertisement
  • પાદરામાં દુર્ઘટના બાદ આજે રાજ્યના મંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા
  • મંત્રી રૂષિકેશ પટેલ પ્રથમ ગંભીરા બ્રિજ અને બાદમાં એસએસજી હોસ્પિટલ પહોંચ્યા
  • હોસ્પિટલ તંત્ર દ્વારા સફાઇ, રંગરોગાન કરાવાતા વિવાદ

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાનો (VADODARA - PADRA) ગંભીરા બ્રિજનો ભાગ તુટી (GAMBHIRA BRIDGE TRAGEDY) પડ્યો છે. આજે રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ (HEALTH MINISTER OF GUJARAT RUSHIKESH PATEL) દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની ખબર કાઢવા પહોંચ્યા છે. તેમના આગમન પહેલા હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવ્યું છે. સાથે જ તુટેલી-ફૂટેલી ટાઇલ્સો બલદવા તથા ખૂણે ખાંચરેથી કચરો દુર કરવામાં આવી રહ્યો છે. આ મામલે વહીવટી તંત્રની ટીકા થઇ રહી છે. જર્જરિત પુલનું સમારકામ થતું નથી. અને બીજી તરફ મંત્રીના આવતા પરહેલા હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવ્યું.. ? જનતાનું જે થવું હોય તો થાય પણ તંત્ર સીનસપાટા કરવાનું ભૂલતું નથી.

સરકારના પેટનું પાણી હાલ્યું ન્હતું

પાદરાના ગંભીરા બ્રિજની જર્જરિત હાલતનો ઉજાગર કરતો પત્ર વર્ષ 2022 માં સરકારને લખવામાં આવ્યો હતો. ત્યારથી લઇને દુર્ઘટના પહેલા સુધી અનેક વખત મીડિયા માધ્યમો દ્વારા પણ ગંભીરા બ્રિજની જર્જરિત હાલત ઉજાગર કરવામાં આવી હતી. પરંતુ સરકારના પેટનું પાણી હાલ્યું ન્હતું. આખરે ત્રણ દિવસ પહેલા સવારના સમયે બ્રિજનો ભાગ તુટી પડતા દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેને પહલે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આજદિન સુધી બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બિનસત્તાવાર પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટનામાં મૃત્યુ આંક અત્યાર સુધીમાં 20 પર પહોંચ્યો છે. 20 નિર્દોષ જીવોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે દુર્ઘટનાના ત્રીજા દિવસે રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રથમ દુર્ઘટના સ્થળે અને ત્યાર બાદ સારવાર હેઠળ ઇજાગ્રસ્તોની ખબર કાઢવા માટે પહોંચ્યા છે.

Advertisement

સરકારી તંત્રથી જર્જરિત પુલનું સમારકામ થતું નથી

સ્વાસ્થ્ય મંત્રીના આગમન પહેલા હોસ્પિટલ તંત્રએ શરમ નેવે મુકી હોય તેવું પ્રદર્શન કર્યું હતું. મંત્રીના આગમન પહેલા હોસ્પિટલમાં રંગરોગાન હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તુટેલી ટાઇલ્સો દૂરીને તેના પોપડા ભરવામાં આવ્યા હતા. સરકારી તંત્રથી જર્જરિત પુલનું સમારકામ થતું નથી, પરંતુ મંત્રીના આવતા પહેલા હોસ્પિટલમાં રંગરોગાન કરાય છે, જનતા ભલે મરે પરંતુ તંત્ર સીનસપાટા કરવાનું ભૂલતું નથી, આવા અનેક વાક્યો સ્વરૂપે લોકોનો આક્રોષ સામે આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો ----VADODARA : પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાથી ગંભીરા બ્રિજ તૂટ્યો - ઋષીકેશ પટેલ

Tags :
Advertisement

.

×