VADODARA : બ્રિજ દુર્ઘટનામાં સારવાર હેઠળ ઇજાગ્રસ્તનું મોત, અંતિમ સંવાદમાં કહ્યું હતું, 'આ તંત્રની ભૂલ છે'
- ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સારવાર હેઠળ આધેડનું આજે મોત નીપજ્યું
- મૃતકના પરિજનો દ્વારા હોસ્પિટલ મેનેજમેન્ટ વિરૂદ્ધ આક્રોશ
- જ્યુસ આપ્યા બાદ દમ તોડ્યો હોવાનો પરિજનોનો આરોપ
VADODARA : વડોદરા પાસે આવેલા પાદરાના (VADODARA - PADRA) ગંભીરા બ્રિજ તુટી પડવાના કારણે (GAMBHIRA BRIDGE TRAGEDY) 19 લોકોના મોત નીપજ્યા છે. અને 6 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલમાં (SSG HOSPITAL) લાવવવામાં આવ્યા હતા. તે પૈકી એક ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ પરમારનું આજે મૃત્યું થયું છે. પરિવારજનોના આરોપ અનુસાર, હોસ્પિટલ મેનેજમેન્ટને કહ્યા અનુસાર, તેમને જ્યુસ આપવામાં આવ્યું હતું. તે બાદ આ તેમનું મૃત્યું થયું છે. આ ઘટનાને પગલે પરિજનોમાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિરૂદ્ધ ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
આ દર્દી સારી સ્થિતીમાં હતો અને તેનું મૃત્યું થયું છે
મૃતક નરેન્દ્રસિંહ પરમારના ભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારો નાનો ભાઇ નરેન્દ્રસિંહ નોકરીથી ઘરે પાછો આવી રહ્યો હતો. બ્રિજ તુટ્યો એટલે તે બાઇક સાથે નદીમાં પડ્યો હતો. તેને કોઇ ગંભીર ઇજા પહોંચી ન્હતી. તેને માત્ર આંખ પર ચાર ટાંકા આવ્યા હતા. તે સંપૂર્ણ સ્વસ્થ હતો. તેને 24 કલાક પાણી આપવાની ના પાડી હતી. જેથી તેને અમે કંઇ આપ્યું ન્હતું. તે બાદ હોસ્પિટલના મેનેજમેન્ટના કહ્યા અનુસાર અમે તેને દાડમનું જ્યુસ આપ્યું હતું. તે પછી તેનું મોત નીપજ્યું છે. તેમણે આરોપ મુકતા કહ્યું કે, તેણે જ્યુસ પીધો એટલે તેનું મૃત્યું થયું છે. તેમણે અમને કહ્યું કે, પીએમ માટેની કાર્યવાહી કરવા ફોર્મ પર સહી કરવી પડશે. આ દર્દી સારી સ્થિતીમાં હતો અને તેનું મૃત્યું થયું છે. પાછળ બીજા દર્દીઓનું શું, હોસ્પિટલ તંત્રએ આ વાતની જવાબદારી લેવી પડશે. આવી લાલીયાવાડી...! કાલે તે સારી રીતે વાત કરતો હતો, અને આજે આવું થયું છે.
ચૂંટણી આવે ત્યારે તેઓ જોવા આવે છે
નરેન્દ્રસિંહ પરમારે ગતરોજ મીડિયા સાથેની વાત કરી હતી. જે આજે તેમનો આખરી સંવાદ સાબિત થઇ છે. તેમણે કહ્યું હતું કે, આ તંત્રની ભૂલ છે, તેમની જરૂરત હોય ત્યારે આવે, ચૂંટણી આવે ત્યારે તેઓ જોવા આવે છે, બાકી પબ્લીકને જોવા કરવા કોઇ તૈયાર નથી. હું નોકરીની નાઇટશીપ પતાવીને ઘરે જતો હતો.હું અને મારી પત્ની તે જગ્યાએ પહોંચ્યા અને બ્રિજ બેસી ગયો હતો.
આ પણ વાંચો --- VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં SSG હોસ્પિટલ તંત્રએ શરમ નેવે મુકી !


