Vadodara : "....તો ગરબા આયોજકોની ખેર નહીં" - આચાર્ય સૂર્યસાગરજી મહારાજ
- વડોદરામાં ગરબા પહેલા વિવાદ સામે આવ્યો
- વિધર્મીએ પાસ ખરીદતા આયોજકો સામે સવાલો ઉઠ્યા
- આ વાતના વિરોધમાં સંતો મેદાને આવ્યા
Vadodara : વડોદરાના (Vadodara) ગરબા વિશ્વવિખ્યાત છે. તાજેતરમાં વડોદરાના જાણીતા ગરબા આયોજકો દ્વારા વિધર્મીને પાસ ઇશ્યુ કરવામાં આવતા વિવાદ છેડાયો (Garba Pass Controversy - Vadodara) છે. આયોજકોના આ કૃત્ય સામે સંતો સામે આવ્યા છે, અને ખુલીને વિરોધ કરી રહ્યા છે. પોતાનો મત બેબાક રીતે મુકવા માટે જાણીતા આચાર્ય સૂર્યસાગરજી મહારાજે વીડિયો મારફતે ગરબા આયોજકોને ચેતવણી આપી (Garba Pass Controversy - Vadodara) દીધી છે, અને કહ્યું કે, એક પણ વિધર્મી હશે તો ગરબા આયોજકોની ખેર નહીં (Garba Pass Controversy - Vadodara). હજી તો નવરાત્રીની શરૂઆત થઇ નથી, ત્યાં આવા વિવાદો સામે આવી રહ્યા છે. આગામી સમયમાં વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
હિંદુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો
વડોદરાના વિશ્વવિખ્યાત ગરબા શરૂ થાય તે પહેલા જ વિવાદ જોડાયો છે. આ વખતે વડોદરાના એલવીપી ગરબાના પાસ વિધર્મીએ ખરીદ્યા હોવાનું સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યું છે. જેને પગલે વિવાદ થયો (Garba Pass Controversy - Vadodara) છે. આ વાત સામે આવતા હિંદુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આચાર્ય સૂર્યસાગરજી મહારાજે તો આયોજકોને પણ જોઇ લેવાની ચિમકી આપી છે. આવનાર સમયમાં આ વિવિદ વકરે તેવી શક્યતાઓ છે. આ સાથે જ જ્યોર્તિનાથ બાબાએ પણ આ વાતનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે. એક પછી એક સંતો મેદાને પડતા હવે આયોજકો આ મામલે કોઇ નિર્ણય લે છે કે નહીં, તે જોવું રહ્યું.
આ વોર્નિગ છે
આચાર્ય સૂર્યસાગરજી મહારાજે વીડિયો મારફતે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે, વડોદરા શહેરમાં ગરબાના આયોજનમાં હું એક દિવસ માટે જવાનો છું. હું આવા આયોજનોમાં નથી જતો પરંતું આ વખતે જવાનો છું. આ વોર્નિગ છે, તે લોકો માટે જેમણે ગરબાનું આયોજન કર્યું છે. કોઇ પણ વિધર્મી ગરબામાં નજર આવ્યો તો તે કુટાશે (Garba Pass Controversy - Vadodara), અને તમને પણ છોડવામાં નહીં આવે.
આ પણ વાંચો ----- Vadodara : યુનાઇટેડ-વેના પાસ લેવા પડાપડી, ત્રણને ઇજા, પોલીસ બોલાવવી પડી


