Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : GEB સ્કૂલમાં મસ્તી દરમિયાન વિદ્યાર્થીને આંખનાં ભાગે ગંભીર ઇજા! જુઓ Video

વડોદરાની GEB સ્કૂલમાં ચિંતાજનક ઘટના બની. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પેન ફેંકી તે સમયે અન્ય વિદ્યાર્થીનાં આંખનાં ભાગે વાગી હતી, જેનાં કારણે વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો છે. વિદ્યાર્થીનાં પિતાએ કહ્યું કે, મારે કોઈ ફરિયાદ કરવી નથી, તે વિદ્યાર્થીઓ પણ મારા બાળક જેવા છે. આચાર્યે કહ્યું કે, અમે બાળકોને મસ્તી ન કરવા અપીલ કરી.
vadodara   geb સ્કૂલમાં મસ્તી દરમિયાન વિદ્યાર્થીને આંખનાં ભાગે ગંભીર ઇજા  જુઓ video
Advertisement
  1. Vadodara ની અકોટા વિસ્તારની GEB સ્કૂલની ઘટના
  2. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આંખના ભાગે ઇજા
  3. એક વિદ્યાર્થીએ પેન ફેંકી તે સમયે અન્ય વિદ્યાર્થીનાં આંખના ભાગે વાગી
  4. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
  5. મારે કોઈ ફરિયાદ કરવી નથી: વિદ્યાર્થીના પિતા

Vadodara : વડોદરાની અકોટા વિસ્તારની GEB સ્કૂલમાં (GEB School) એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના બની છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પેન ફેંકી તે સમયે અન્ય વિદ્યાર્થીનાં આંખનાં ભાગે વાગી હતી, જેનાં કારણે વિદ્યાર્થીને આંખનાં ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મામલે વિદ્યાર્થીનાં પિતાએ કહ્યું કે, મારે કોઈ ફરિયાદ કરવી નથી, તે વિદ્યાર્થીઓ પણ મારા બાળક જેવા છે. શાળાએ પ્રાથમિક સારવાર ન કરી પહેલા અમને બોલાવ્યા. જ્યારે શાળાનાં આચાર્યે કહ્યું કે, અમે બાળકોને મસ્તી ન કરવા અપીલ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો - Kutch : ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે પર મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

Advertisement

Advertisement

Vadodara ની GEB સ્કૂલમાં મસ્તી દરમિયાન વિદ્યાર્થીને આંખનાં ભાગે પેન વાગી

વડોદરાની (Vadodara) અકોટા વિસ્તારની GEB સ્કૂલમાં વિદ્યાર્થીઓની મસ્તીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. માહિતી અનુસાર, અંગ્રેજી માધ્યમમાં ધો. 9 માં અભ્યાસ કરતો હર્ષ રાઠોડ અન્ય વિદ્યાર્થી દ્વારા મસ્તી કરતા સમયે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગતરોજ રિસેશ અગાઉ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા. દરમિયાન, એક વિદ્યાર્થીએ બોલપેન ફેંકી તે સમયે હર્ષ ઊભો થયો હતો. સંજોગોવસાત વિદ્યાર્થીનાં આંખનાં ભાગે બોલપેન વાગી હતી, જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ સમગ્ર ઘટનાનાં સીસીવીટી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો - Surat: રામી ગ્રુપ ITની રડારમાં, સુરત અને ભુજ સહિત 10 શહેરોમાં દરોડા

મારે કોઈ ફરિયાદ કરવી નથી: વિદ્યાર્થીના પિતા

આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા શૈલેષ રાઠોડનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, આ મામલે મારે કોઈ ફરિયાદ કરવી નથી, તે વિદ્યાર્થીઓ પણ મારા બાળક જેવા છે. તેમણે, શાળાએ તેની પ્રાથમિક સારવાર ન કરી અને અમને પહેલા બોલાવ્યા હતા. જ્યારે શાળાનાં આચાર્ય કહ્યું કે, અમે હવે બાળકોને મસ્તી ન કરવા અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો - Surat : કોંગ્રેસ નેતાનો મોટો ધમાકો! 538 બુટલેગરોની નામ-સરનામા સાથેની યાદી જાહેર કરી

Tags :
Advertisement

.

×