VADODARA : SSG હોસ્પિટલનો કામનો ભાર હળવો થશે, GMERS માં PM શરૂ
- મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ પર કાર્યનું ભારણ ઘટ્યું
- ગોત્રી મેડિકલ કોલેજમાં અત્યાધુનિક પોસ્ટમોર્ટમ રૂમ શરૂ
- 20 જેટલા મૃતદેહો સાચવી શકાય તેવી વ્યવસ્થા
VADODARA : વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના પોસ્ટ મોર્ટમ વિભાગનું સૌથી મોટું ભારણ હવે હળવું થયું છે. જીએમઇઆરએસ કોલેજ - ગોત્રીમાં (GNERS HOSPITAL - GOTRI) પોસ્ટ મોર્ટમ માટેની સુવિધા (POST MORTEM FACILITY) શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં એક સાથે પાંચ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 20 જેટલા મૃતદેહો રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેને પગલે એસએસજી હોસ્પિટલ તંત્ર માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.
તંત્ર પર કામનું ભારણ વધતું જતું હતું
વડોદરામાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલો આવેલી છે. જે પૈકી એક એસએસજી હોસ્પિટલ અને અન્ય ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ છે. અત્યાર સુધી એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી શકાય તેવી સુવિધા હતી. જેના કારણે વડોદરા તથા આસપાસથી અહિંયા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહો આવતા હતા. જેને કારણે તંત્ર પર કામનું ભારણ વધતું જતું હતું. કેટલીક વખતા પોસ્ટમોર્ટમમાં મોડું થવું તથા મૃતદેહો ગરીમામય રીતે સાચવી નહીં શકતા હોવાના પ્રશ્નો ઉદ્ભવતા હતા. હવે આ સમસ્યાનો અંત આવ્યો છે. ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં પણ હવે પોસ્ટમોર્ટમની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં અદ્યતન પોસ્ટમોર્ટમ રૂમ સાથે ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમથી સજ્જ છે.
સ્ટુડન્ટ માટે ઓડિયો-વીડિયો વિઝ્યુઅલ સિસ્ટમ મુકાઇ
સુત્રોના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલમાં સુર્યોદયથી લઇને સુર્યાસ્ત સુધીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે. એક સાથે પાંચ પોસ્ટમોર્ટમ થઇ શકે, તથા 20 જેટલા મૃતદેહોનો સાચવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતદેહ સંગ્રહ કરવાની ક્ષમતાને 32 સુધી વિસ્તારવાનું મેનેજમેન્ટનું આયોજન છે. ઉપરાંત પોસ્ટમોર્ટમ રૂમાં ફોરેન્સિક રિસર્ચ અને પીજી સ્ટુડન્ટ માટે ઓડિયો-વીડિયો વિઝ્યુઅલ સિસ્ટમ પણ મુકવામાં આવી છે. મૃતકના સગા માટે સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા છે. જેથી પોલીસ અથવા સ્વજનો સરળતાથી ડોક્યુમેન્ટ મેળવી શકશે.
આ પણ વાંચો --- Ahmedabad News: આઝાદ સોસાયટીમાં પાણીની ટાંકી ધસી પડી, સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું


