Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : GMERS કોલેજમાં ભણતા બે તબિબિ વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત

VADODARA : બે નું અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે એકનો બચાવ થયો છે. તેમ જાણવા મળી રહ્યું છે
vadodara   gmers કોલેજમાં ભણતા બે તબિબિ વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત
Advertisement
  • મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યા
  • ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસ વિભાગના જવાનો સ્થળ પર દોડ્યા
  • સાથીનું ડૂબી જવાથી મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકની લાગણી વ્યાપી

VADODARA : વડોદરાના ગોત્રી મેડિકલ કોલેજ (GMERS HOSPITAL - VADODARA) માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનું અંકોડિયા સ્થિત નર્મદા કેનાલમાં (NARMADA CANAL - VADODARA) ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને હાલ બંનેના મૃતદેહને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બંનેના પરિવારો વડોદરા બહાર અન્ય શહેરોમાં રહેતા હોવાથી તેમને જાણ કરી દેવામાં આવી છે. બંનેના મૃતદેહોને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે વધુ કાર્યવાહી અર્થે લાવવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસ અને ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા

વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે આજે બપોરના સમયે ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ફરવા માટે અંકોડિયા ખાતે ગયા હતા. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, તેઓ કેનાલમાં ન્હાવા પડ્યા બાદ ડૂબ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીનો બચાવ થતા તેણે તંત્રને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને બંનેના મૃતદેહોનો રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિદ્યાર્થી આલમમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

કુલ ચાર લોકો ફરવા માટે ગયા હતા

ગોત્રી મેડિકલ કોલેજના સિનિયર ડો. રાઠોડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, બંને વિદ્યાર્થીઓ ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. પ્રેમ માતંગ (ઉં. 21) (રહે. જામનગર) અને આદિત્ય રામકૃષ્ણ (ઉં. 20) (રહે. સુરત) વર્ષના છે. આજે કુલ ચાર લોકો ફરવા માટે ગયા હતા. તે પૈકી બે નું અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે એકનો બચાવ થયો છે. તેમ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓ સદમામાં છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. વડોદરા તાલુકા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ છે. મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી છે. તેઓ વડોદરા આવવા માટે નીકળી ગયા છે. વડોદરામાં રહેતા તેમના પરિવારોને પણ જાણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વ્હેલ માછલીની કિંમતી ઉલ્ટી વેચવાની ફિરાકમાં ફરતા શખ્સોની ધરપકડ

Tags :
Advertisement

.

×