ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગોલ્ડન ચોકડી પાસે બસનો ભયાનક અકસ્માત, બે ના મોત

VADODARA : ઘટનામાં મૃતકની ઓળખ ચંદુભાઇ સવજીભાઇ કુંભાણા (રહે. અમદાવાદ) અને પાર્થ કિશોરભાઇ બાવળિયા (રહે. અમરેલી) હોવાની થઇ છે
11:53 AM Apr 21, 2025 IST | PARTH PANDYA
VADODARA : ઘટનામાં મૃતકની ઓળખ ચંદુભાઇ સવજીભાઇ કુંભાણા (રહે. અમદાવાદ) અને પાર્થ કિશોરભાઇ બાવળિયા (રહે. અમરેલી) હોવાની થઇ છે

VADODARA : વડોદરા (VADODARA) શહેરની ગોલ્ડન ચોકડી (GOLDEN CHOKDI - VADODARA) પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો હતો (BUS ACCUDENT - VADODARA) . જેમાં બે લોકોનું મોત નિપજ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. સાથે જ બસમાં મુસાફરી કરતા 7 લોકોને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. આ બસ સુરતથી અમદાવાદ તરફ જઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બસ ધકાડાભેર ટ્રકમાં પાછળથી ઘૂસી ગઇ

વડોદરા શહે-જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. એક અકસ્માતની ઘટના ભૂલાતી નથી ત્યાં તો બીજી મોટી ઘટના સામે આવી જાય છે. આજરોજ મળસ્કે સુરતથી અમદાવાદ તરફ એક ખાનગી ટ્રાવેલ્સની બસ મુસાફરકોને લઇને જઇ રહી હતી. દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે બસ ધકાડાભેર ટ્રકમાં પાછળથી ઘૂસી ગઇ હતી. આ ઘટનામાં બસની આગળનો ભાગ રીતસરનો ચગદાઇ ગયો હતો. આ અકસ્માતમાં બે મુસાફરોના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

જ્યારે 7 જેટલા અન્ય મુસાફરોને નાની-મોટી ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં નિષ્ણાંત તબિબો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ચંદુભાઇ સવજીભાઇ કુંભાણા (રહે. અમદાવાદ) અને પાર્થ કિશોરભાઇ બાવળિયા (રહે. અમરેલી) હોવાની થઇ છે. અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો --- VADODARA : ત્રણ સંતાનની માતાની ઘાતકી હત્યા, ઘાસના પુડામાંથી મૃતદેહ મળ્યો

Tags :
AccidentbuschokdigoldenGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsLifelostMedicalOtherPassengerTreatmentTwounderVadodara
Next Article