ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સાવલી અને સુરેન્દ્રનગરમાં 14 મતદારના નામો સરખા હોવાના આરોપથી ખળભળાટ

VADODARA : આ નામોના ચૂંટણીકાર્ડ રદ કરવા માટે વર્ષ 2023 માં અરજી કરવામાં આવી હતી, જો કે, આજની સ્થિતીએ કોઇ સુધારો થયો નથી
11:08 AM Jun 20, 2025 IST | PARTH PANDYA
VADODARA : આ નામોના ચૂંટણીકાર્ડ રદ કરવા માટે વર્ષ 2023 માં અરજી કરવામાં આવી હતી, જો કે, આજની સ્થિતીએ કોઇ સુધારો થયો નથી

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના 247 સામાન્ય અને 84 પેટા મળીને કુલ 331 ગ્રામ પંચાયતો (GRAM PANCHAYAT ELECTION) માટે 22 જુનના રોજ મતદાન થવા જઇ રહ્યું છે. તે પહેલા સાવલીના જુના સમલાયા ગામના પંચાયતના ઉમેદવારે તેમના વોર્ડ નં - 6 માં મતદાર યાદીમાં 14 બોગસ મતદાર (BOGUS VOTERS) હોવાનો આરોપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમનો આરોપ છે કે, સાવલીના સમલાયા અને સુરેન્દ્ર નગરના લખતરની મતદાર યાદીમાં 14 નામો સરખા જણાઇ આવે છે. આ નામોના ચૂંટણીકાર્ડ રદ કરવા માટે વર્ષ 2023 માં અરજી કરવામાં આવી હતી. જો કે, બે વર્ષ બાદ પણ આ બોગસ મતદારોના ચૂંટણી કાર્ડ રદ કરવામાં નહીં આવ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યા છે. અને ચૂંટણી તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. આ મુદ્દે મીડિયા મારફતે સામે આવ્યું કે, ચૂંટણી અધિકારી દ્વારા અરજી ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે તપાસ કર્યા બાદ જ કોઇ નિવેદન આપવામાં આવનાર છે.

7 સુરેન્દ્ર નગરના વતની છે

સાવલીના જુના સમલાયાના સરપંચ પદના ઉમેદવાર શૈલેષસિંહ ભુતપસિંહ સોલંકીએ મીડિયાને જણાવ્યું કે, મેં વર્ષ 2023 માં ચૂંટણી અધિકારીને બોગસ મતદારના ચૂંટણી કાર્ડ રદ કરવા માટે અરજી કરી હતી. જે સંદર્ભે વર્ષ 2025 સુધીમાં પણ કામ કરવામાં આવ્યું નથી. સમલાયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં - 6 માં એક ઘર આવેલું છે, તે પૈકી 7 સુરેન્દ્ર નગરના વતની છે. તેમના નામો સુરેન્દ્રનગરના જિલ્લાની મતદાર યાદીમાં બોલે છે. તે જ પ્રમાણે અન્ય ઘરોમાં રહેતા લોકોના નામો પણ સમલાયા અને લખતરમાં બંનેમાં બોલે છે. હવે મતદાનને આડે માત્ર જુજ દિવસો બાકી છે, ત્યારે આ કિસ્સામાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

સરખા નામોની યાદી

૧.વિજુબેન સારાભાઈ ચભાડ/ભરવાડ(12)
૨.સુરેશભાઈ ભગવાનભાઈ ચભાડ(10)
3.નવઘણભાઈ ભગવાનભાઈ ચભાડ(09)
૪. બેનાબેન નવઘણભાઈ ચભાડ(11)
૫. સામતભાઈ સારાભાઇ ભરવાડ(17)
૬. સજનબેન સામતભાઈ ભરવાડ(21)
૭. સંગ્રામભાઈ સારાભાઈ સભાડ (125)
૮.રણુભાઈ ઉર્ફે રમણભાઈ પુંજાભાઈ ચભાડ(35)
૯. કાશીબેન રનુભાઈ ચભાડ(37)
૧૦.રઘુભાઈ રણુભાઈ ચભાડ(54)
૧૧.ગોકુલભાઈ ઉર્ફે ગોકાભાઈ પોપટભાઈ ચભાડ(40)
૧૨.લાભુબેન ગોકુળભાઈ ચભાડ(43)
૧૩.સગરામભાઈ પોપટભાઈ ચભાડ (46)
૧૪. જાલુબેન ઉર્ફે મલુબેન સગરામભાઈ ચભાડ(47)

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીને અવરોધરૂપ બુલેટ ટ્રેનના એપ્રોચ રોડ દુર કરાયા

Tags :
BeforeboguscomeElectionGramPanchayatGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsissueonsurfaceVadodaravotersVoting
Next Article