ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : GUJCTOC કેસમાં ચુઇ ગેંગ વિખેરાઇ, આરોપીઓ અલગ અલગ જેલમાં ધકેલાયા

Vadodara : તપાસ દરમિયાન ચુઇ (કહાર) ગેંગના સભ્યો જેલમાં રહીને પરોક્ષ રીતે બીજા ગુનાઓને અંજામ આપે તેવી શક્યતાઓને નકારી કઢાય તેમ નથી
05:19 PM Aug 14, 2025 IST | PARTH PANDYA
Vadodara : તપાસ દરમિયાન ચુઇ (કહાર) ગેંગના સભ્યો જેલમાં રહીને પરોક્ષ રીતે બીજા ગુનાઓને અંજામ આપે તેવી શક્યતાઓને નકારી કઢાય તેમ નથી

Vadodara : વડોદરા શહેર (Vadodara - City) માં ગુનાખોરી ડામવા માટે વડોદરા પોલીસ (Vadodara - Police) દ્વારા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી ટોળકી વિરૂદ્ધ ગુજસીટોકનું (Gujctoc - Chui Gang) શસ્ત્ર ઉગામવામાં આવતું હોય છે. આ અંતર્ગત 128 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા ચુઇ (કહાર) ગેંગના 7 આરોપીઓ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પૈકી 6 ના રિમાન્ડ મેળવીને તેમની પુછપરછ કરવામાં આવી હતી. જે બાદ ગેંગના આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.

રધુવીર પંડ્યા દ્વારા ધારદાર રજુઆતો કરવામાં આવી

દરમિયાન ચુઇ (કહાર) ગેંગના સભ્યો જેલ (Gujctoc - Chui Gang) માં સાથે રહીને પરોક્ષ રીતે બીજા ગુનાઓને અંજામ આપે તેવી શક્યતાઓને નકારી કઢાય તેમ નથી. સાથે જ તેઓ તપાસને પણ પ્રભાવિત કરી શકે છે. જેથી આરોપીઓને ગુજરાતની અલગ અલર જેલમાં રવાના કરવા માટે શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં આરોપીઓને અલગ અલગ જેલોમાં તબદીલ કરવા માટે વડોદરાના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અને સ્પેશિયલ ગુજસીટોક જજ સમક્ષ અરજી ગુજારવામાં આવી હતી. જેમાં ગુજરાતના સ્પેશિયલ પબ્લીક પ્રોસીક્યુટર રધુવીર પંડ્યા દ્વારા ધારદાર રજુઆતો કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વાાર આરોપીઓને અલગ અલગ જેલમાં તબદીલ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો.

જાણો કોને કઇ જેલમાં ધકેલાયા

કોર્ટના આદેશ અનુસાર, ચુઇ ગેંગ (Gujctoc - Chui Gang) ના મુખ્યસુત્રધાર સુરજ ઉર્ફે ચુઇ રમણભાઇ કહારને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત, દિપકભાઇ ઉર્ફે દિપેશ દશરથભાઇ કહારને અમદાવાદની મધ્યસ્થ જેલ, પાર્થ ઉર્ફે સોનું બ્રહ્મભટ્ટને પાલારા ખાસ જેલ, ભૂજ, આરોપી પ્રદીપ ઉર્ફે જાડીયો ઠાકોરભાઇ ઠક્કરને રાજકોટની મધ્યસ્થ જેલ, રવિ સુભાષભાઇ માછીને મહેસાણાની જેલ અને કૃણાલ રમણભાઇ કહારને રાજપીપળાની જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.

ચૂઇ કહારે પોતાના મોટાભાઇ સાથે મળી ગેંગ બનાવી

અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખૂન, હત્યાની કોશિશ, ખંડણી, મારામારી, દારૂની હેરાફેરી જેવા 128 ગુના આચરનાર સૂરજ ઉર્ફે ચૂઇ રમણભાઇ કહારે પોતાના મોટાભાઇ કૃણાલ કહાર સાથે મળી ચૂઇ ગેંગ બનાવી હતી. આ ચૂઇ ગેંગે છેલ્લા 10 વર્ષમાં 128 ગુના આચર્યા હતા. જે પૈકી પોલીસે 64 ગુનાને ધ્યાનમાં લઇ તપાસ હાથ ધરતા આ ગેંગના કુલ સાત સાગરિતો સંગઠીત થઇ ગુનાખોરી આચરતા હતા.

આ પણ વાંચો ---- Vadodara : તહેવાર પહેલા રોડ પરના દબાણો દુર કરવા પાલિકા અને પોલીસનું સંયુક્ત ઓપરેશન

Tags :
#ChuiGang#DifferentJailGujaratFirstgujaratfirstnewsGUJCTOCVadodara
Next Article