Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : હરણી બોટકાંડના આરોપીનો રાજસ્થાન પ્રવાસ શંકાના દાયારામાં, શરતભંગનો આરોપ

Vadodara : મુખ્ય આરોપી પરેશ શાહને રાજ્ય નહીં છોડવા તેમજ તેમના પત્ની નૂતનબેનને દેશ નહીં છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા
vadodara   હરણી બોટકાંડના આરોપીનો રાજસ્થાન પ્રવાસ શંકાના દાયારામાં  શરતભંગનો આરોપ
Advertisement
  • પરેશ શાહે જામીનની શરતોનો ભંગ કર્યો
  • પીડિત પક્ષના વકીલે કોર્ટમાં વધુ કાર્યવાહી કરવા કમર કસી
  • મામલાની તપાસ માટે એક ટીમ રાજસ્થાન જઇ શકે છે

Vadodara : વડોદરાના ચકચારી હરણી બોટકાંડના (Harni Boat Accident - Vadodara) આરોપી પરેશ શાહે (Main Accused Paresh Shah) કોર્ટની પૂર્વ મંજુરી વગર જ રાજ્ય છોડીને રાજસ્થાન ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી તેઓએ જામીનની શરતનો ભંગ (Court Bail Condition Compromised) કર્યો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આ મામલે પીડીત પક્ષના વકીલે કોર્ટમાં પુરાવા મુકવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલાની તપાસ અર્થે એક ટીમ રાજસ્થાન જવા રવાના થનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

Advertisement

કોર્ટમાં કાર્યવાહી કરવાની તૈયારી પીડિત પક્ષના વકીલે કરી

જાન્યુઆરી - 2024 માં વડોદરામાં હરણી બોટકાંડની (Harni Boat Accident - Vadodara) ગોઝારી ઘટના બની હતી. આ ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘચામાં 4 મહિલા સહિત 20 જેટલા આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. જે બાદ આરોપીઓએ કોર્ટમાંથી શરતી જામીન મેળવ્યા હતા. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્ય આરોપી પરેશ શાહને રાજ્ય નહીં છોડવા તેમજ તેમના પત્ની નૂતનબેનને દેશ નહીં છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા. જો કે, પરેશ શાહે કોર્ટની પરવાનગી વગર (Court Bail Condition Compromised) રાજસ્થાનનો પ્રવાસ ખેડ્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે આ મામલે તેમના વિરૂદ્ધ કોર્ટમાં કાર્યવાહી કરવાની તૈયારી પીડિત પક્ષના વકીલે કરી દીધી છે.

Advertisement

પુરાવાઓ પોલીસને પણ આપવામાં આવશે

હરણી બોટકાંડમાં (Harni Boat Accident - Vadodara) પીડિત પરિવારો સાથે લડત ચલાવતા કોર્પોરેટર આશિષ જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હરણી બોટ કાંડ (Harni Boat Accident - Vadodara) ના આરોપી પરેશ શાહ (Main Accused Paresh Shah), તા30-07-2025 ના દિવસે કોર્ટની પરવાનગી વગર રાજસ્થાન, નાથદ્વારા જે ભુવનમાં રોકાયા હતા. તેની સર્ટીફાઇડ કોપીમાં જોઇ શકાય છે, તેમણે આધાર કાર્ડના પુરાવા રજુ કર્યા હતા. હવે જામીનની શરતોનો ભંગ થયો છે, તે પીડિત પરિવારો તરફથી કેસ લડતા વિદ્વાન ધારાશાસ્ત્રી આ બાબતે જે કંઇ પણ કાર્યવાહી છે, તે કરશે. આ પુરાવાઓ પોલીસને પણ આપવામાં આવશે. પીડિત પરિવારો 20 મહિનાથી ન્યાય માટે, વળતર માટે આશા રાખવા અંગે ન્યાય મળશે તેવું ચોક્કસપણે મારૂ માનવું છે.

આ પણ વાંચો ---- Vadodara : લાપતા ભાઇ-બહેનને શોધવા પોલીસે ચંબલ સુધીનો પ્રવાસ ખેડ્યો

Tags :
Advertisement

.

×