Vadodara : 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમનું કડકાઇથી અમલીકરણ કરાશે - પોલીસ કમિશનર
- હેલ્મેટના નિયમની અમલવારી ટીરો ટોલરન્સથી કરાશે
- શહેર પોલીસ કમિશનરનું મોટું નિવેદન
- 15, સપ્ટેમ્બરથી નિયમનું કડકાઇ પૂર્વક પાલન કરાશે
Vadodara આજરોજ વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા રાહવીર યોજના અને હેલ્મેટ (Helmet Rule Implementation - Vadodara) અંગેની જાગૃતિનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને શહેર પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, સાંસદ, એસએસજી હોસ્પિટલના અધિક્ષક સહિતના અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, આગામી 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં હેલ્મેટના (Helmet Rule Implementation - Vadodara) નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવવામાં આવશે.
અમલવારીને લઇને ડેડલાઇન જાહેર કરવામાં આવી
રાજ્યભરમાં હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવવાનો નિયમ લાગુ છે. પરંતુ વડોદરામાં તેની અમલવારી જોઇએ તેવી રીતે થતી નથી. જેને પગલે રોડ અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચવા તથા મૃત્યુ થવાની શક્યતાઓમાં વધારો રહે છે. નાગરિકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તરફ વાળવા માટે નિયમની કડક અમલવારીને લઇને ડેડલાઇન જાહેર કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આ વાત સ્પષ્ટ પણે જણાવી છે. સાથે જ તમામને આજથી જ હેલ્મેટનો ઉપયોગ (Helmet Rule Implementation - Vadodara) શરૂ કરી દેવા માટેની અપીલ કરી દેવામાં આવી છે.
હેલ્મેટ સ્ટાન્ડર્ડ હોવા જોઇએ
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે તેમના સંબોધનમાં કહ્યું કે, અમે હેલ્મેટના નિયમનું કડકાઇથી અમલ (Helmet Rule Implementation - Vadodara) કરવા માંગીએ છીએ. તે પહેલા આપણે વડોદરામાં કાર્યરત વ્હીકલ ડીલરો, વાહન વેચે તેની સાથે તેમને બે હેલ્મેટ આપો. હેલમેટ સ્ટાન્ડર્ડ હોવા જોઇએ. તમામ જગ્યાઓ પર હેલ્મેટ સાથે રાખો, ભુલ્યા વગર હેલ્મેટ સાથે રાખો. 15 સપ્ટેમ્બરથી અમે ઝીલો ટોલરન્સ એપ્રોચ સાથે હેલ્મેટના નિયમનું પાલન કરાવવાનું શરૂ કરીશું. પોલીસ તમને રોકે, તો તે વિલન નથી. તે તમને તમારી નિષ્કાળજી જણાવીને, તમને નિયમોનું પાલન કરાવવા માટે કહેશે.
હેલ્મેટ પહેરીવા માટે પ્રોત્સાહિત કરો
શહેર પોલીસ કમિશનરે અપીલ કરતા કહ્યું કે, જો તમારી પાસે હેલ્મેટ હોય તો આજથી જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો (Helmet Rule Implementation - Vadodara). તમારા પાસે હેલ્મેટ ના હોય તો નજીકમાં સ્ટાન્ડર્ડ હેલ્મેટ ખરીદીને તેનો ઉપયોગ કરતા થાઓ. સાથે જ તમારા નજીકના લોકોને પણ હેલ્મેટ પહેરીવા માટે પ્રોત્સાહિત કરો. આપણે સમાજમાં મજબુત મેસેજ આપવાનો છે. લોકો પોતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવે.
આ પણ વાંચો ---- Monsoon Session : વડોદરાના સાંસદે ભારતની વિદેશ નીતિમાં યુવાનોના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કર્યું


