Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચકચારી હિટ એન્ડ રન સર્જનાર રક્ષિતના પિતરાઇ ભાઇને સ્ટંટબાજી ભારે પડી

VADODARA : કૈરવ ચૌરસિયાને સ્ટંટબાજીનો ચસ્કો લાગ્યો હોય તેવા જોખમી કાર સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા છે
vadodara   ચકચારી હિટ એન્ડ રન સર્જનાર રક્ષિતના પિતરાઇ ભાઇને સ્ટંટબાજી ભારે પડી
Advertisement
  • વડોદરામાં વધુ એક કાર સ્ટંટબાજ પર પોલીસની કાર્યવાહી
  • હિટ એન્ડ રન સર્જનાર રક્ષિત ચૌરસિયાના પિતરાઇ ભાઇએ થારમાં જોખમી સ્ટંટ કર્યા
  • વીડિયો ભારે વાયલર થતા પોલીસે બેદરકાર સ્ટંટબાજને શોધીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી

VADODARA : વડોદરા (VADODARA) માં હોલીકા દહનની રાત્રે કારેલીબાગમાં હિટ એન્ડ રનની (HIT AND RUN - VADODARA) ઘટના સામે આવી હતી. આ હિટ એન્ડ રન રક્ષિત ચૌરિયાસે (RAKSHIT CHAURASIYA) સર્જ્યું હતું. આ ઘટનામાં રાત્રે પરિવાર સાથે ફરવા બહાર નીકળેલા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હાલ આરોપી રક્ષિત જેલમાં છે. દરમિયાન રક્ષિતના પિતરાઇ ભાઇ કૈરવને કારમાં સ્ટંટબાજીનો (RISKY CAR STUNT) ભારે શોખ હોવાનું સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યું છે. ખુલી કારમાં સ્ટંટ કરવા, ફિલ્મી ગીતોની જેમ પોલીસના હોવાથી તેને કોઇ ફેર નહીં પડતો હોવાનો ભાવ છલકાવતા કૈરવના વીડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે.

જોખમી કાર સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા

હોલીકા દહનની રાત્રે નશામાં ચૂર રક્ષિત ચૌરસિયા અને તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ પુર ઝડપે કારમાં નીકળ્યા હતા, અને અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ચકચારી ઘટનાને અંજામ આપનાર રક્ષિત ચૌરસિયા હાલ જેલમાં છે. ત્યારે તાજેતરમાં રક્ષિતના પિતરાઇ ભાઇ કૈરવ ચૌરસિયાને સ્ટંટબાજીનો ચસ્કો લાગ્યો હોય તેવા જોખમી કાર સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા છે. કૈરવ ચાલુ કારમાં દરવાજો ખોલવો, તથા કાળા કલરની થારમાં સ્ટંટ બાજી કરતો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વીડિયો ભારે વાયર થતા જ મકરપુરા પોલીસ દ્વારા સ્ટંટબાજ કૈરવ ચૌરસિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

તેના પિતા દુબઇમાં હોવાનું સપાટી પર આવ્યું છે

વાયરલ વીડિયોના આધારે પોલીસ બેદરકાર કાર ચાલક કૈરવ બ્રિજેશભાઇ ચૌરસિયા સુધી પહોંચી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, તે કારેલીબાગમાં હિટ એન્ડ રનની ચકચારી ઘટનાને અંજામ આપનાર રક્ષિત ચૌરસિયાનો પિતરાઇ ભાય છે. તે હાલ અભ્યાસ કરે છે. અને તેના પિતા દુબઇમાં હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસે સ્ટંટ બાજની કારને કબ્જે કરીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : 'નામ બગાડે તો...થપ્પડ પણ મારવી પડે', ભાજપના કોર્પોરેટરનું વિવાદીત નિવેદન

Tags :
Advertisement

.

×