Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara: કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના,એકનું મોત

વડોદરાના કારેલીબાગમાં એક હિટ એન્ડ રનની ઘટના આઇસરે બે બહેનોને લીધી અડફેટે સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ   Vadodara: વડોદરા(Vadodara)ના કારેલીબાગ વિસ્તારમાં એક હિટ એન્ડ રન(ahit and run)ની દુર્ઘટનામાં, શોપિંગ કરીને ઘરે પરત ફરી રહેલી બે બહેનોની એક્ટીવાને...
vadodara  કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના એકનું મોત
Advertisement
  1. વડોદરાના કારેલીબાગમાં એક હિટ એન્ડ રનની ઘટના
  2. આઇસરે બે બહેનોને લીધી અડફેટે
  3. સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ

Vadodara: વડોદરા(Vadodara)ના કારેલીબાગ વિસ્તારમાં એક હિટ એન્ડ રન(ahit and run)ની દુર્ઘટનામાં, શોપિંગ કરીને ઘરે પરત ફરી રહેલી બે બહેનોની એક્ટીવાને આઇસર ટેમ્પાએ અડફેટે લીધી. આ દુર્ઘટનામાં 17 વર્ષીય કેયા દિનેશભાઈ પટેલ, જે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી, તેનો મોત થયો.

Advertisement

Advertisement

પોલીસે  ટ્રક ચાલક સામે ફિરયાદ નોંધી

આ દુર્ઘટના બાદ કેયા પટેલને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેમણે પ્રાણ ગુમાવ્યા. સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. આઇસર ટેમ્પો ચલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ  વાંચો -Rajkot: ગોંડલ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપ

માસિની દીકરી સાથે ખરીદી કરવા ગઈ

અશોકવાટીકા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને દશરથ ગામ ફર્ટીલાઇઝર નગરમાં આવેલ જીએસએફસી. યુનિવર્સીટીમા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતા 17 વર્ષીય જાનસીબેન પટેલ તેમના માસીની દિકરી કેયા દિનેશભાઈ પટેલ સાથે ઘરેથી એક્ટીવા મોપેડ પર બપોરના સમયે ખરીદી કરવા ગયા હતા.

આ પણ  વાંચો -Chief Minister : હવે સૌરાષ્ટ્ર વિસ્તાર પણ નર્મદાનીરથી સીંચાશે

આઈસર ટ્રકે ટક્કર મારતા જીવ ગુમાવ્યો

ખરીદી કરી એક્ટિવા મોપેડ પર માસીની દીકરી કેયા ની પાછળ બેસી કારેલીબાગ મુક્તાનંદ તરફ જતા રોડ પરથી યુ ટર્ન મારી પાણીની ટાંકી સર્કલથી અમીતનગર તરફ જતા હતા. તે વખતે પુરઝડપે આવી રહેલ એક આઇસર ટ્રક ચાલકે એક્ટીવા મોપેડને અડફેટે લેતા જાનસીબેન અને કેયા પટેલ હવામા ફંગોળાઈ રોડ પર નીચે પટકાયા હતા. જોકે જાનસી બેનને વધુ ઈર્જા ન પહોંચતા તેઓ તરત ઉભા થઇ ગયા હતા. પરંતુ તેમના માસીની દિકરી કેયા એક્ટીવા સાથે નીચે રોડ પર બેભાન અવસ્થામાં પડેલ હતા અને તેમના નાકમાથી લોહી નીકળી રહ્યું હતું.

Tags :
Advertisement

.

×