Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખાડા પૂરવામાં વ્યસ્ત તંત્રને કારેલીબાગમાં ભૂવાની સરપ્રાઇઝ મળી

VADODARA : ખાસ કરીને ચોમાસામાં આ ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળે છે. આ સાથે રોડ રસ્તા પર ખાડાની સમસ્યા તો ખરી જ
vadodara   ખાડા પૂરવામાં વ્યસ્ત તંત્રને કારેલીબાગમાં ભૂવાની સરપ્રાઇઝ મળી
Advertisement
  • વડોદરામાં રોડ-રસ્તા ખકડી જતા પાલિકા એક્શનમાં આવી હતી
  • આ વચ્ચે હાથીખાના ટર્નિંગ પાસે પાલિકાને ભૂવાની સરપ્રાઇઝ મળી
  • એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતીમાં કામગીરી કરતું તંત્ર

VADODARA : વડોદરા (VADODARA) માં રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા હોવાના કારણે તેને યુદ્ધના ધોરણે પુરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા. આ આદેશો બાદ તાબડતોબ શહેરભરમાં ખાડા પૂરવામાં આવી રહ્યા છે. જો કે., આ વચ્ચે પાલિકા તંત્રને (VMC - VADODARA) કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના મુખ્યમાર્ગ પર ભૂવાની સરપ્રાઇઝ મળી છે. આ ભૂવો અંદાજીત 20 ફૂટ ઉંડો અને 10 ફૂટ પહોળો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા અહિંયા યોગ્ય રીતે પૂરાણ નહીં કરીને ડામર નાંખીને રોલર ફેરવી દીધું હોવાથી આ પરિસ્થિતી સર્જાઇ હોવાનું લોકોનું અનુમાન છે.

યુદ્ધના ધોરણે ખાડા પૂરવા માટેના આદેશો આપવામાં આવ્યા

વડોદરામાં બારેમાસ રોડ-રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ખાસ કરીને ચોમાસામાં આ ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળે છે. આ સાથે રોડ રસ્તા પર ખાડાની સમસ્યા તો ખરી જ. તાજેતરમાં શહેરભરમાં ખાડાઓનું પ્રમાણ વધી ગયું હોવાનું ધ્યાને આવતા પાલિકા કમિશનર દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા. આ વચ્ચે તંત્રને ભૂવાએ સરપ્રાઇઝ આપી છે.

Advertisement

બેરીકેટીંગ કરીને કોર્ડન કરી દેવામાં આવ્યું

આજે કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે હાથીખાના જવાના ટર્નિગ પાસે મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવો અંદાજીત 20 ફૂટ ઉંજો અને 10 ફૂટ પહોળો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ભૂવો પડ્યાનું સામે આવતા હાલ પુરતું તેની ફરતે બેરીકેટીંગ કરીને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. સ્થાનિકોને જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ પાલિકા દ્વારા અહિંયા ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનું કામ પત્યા બાદ જેમતેમ પૂરાણ કરીને તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જેને પગલે આ સ્થિતી સર્જાઇ હોવાનું ધ્યાને આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : બે વર્ષ પૂર્વે રીપેર કરાયેલો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાતા આશ્ચર્ય

Tags :
Advertisement

.

×