Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શાળામાં નિયમિત આવવા માટે પ્રેરણા આપતી 'હાજરી ચેમ્પિયન' નામની નવી પહેલ

VADODARA : ગામના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા સાવલી તાલુકાના ઇન્દ્રાળ ગામના સરપંચ ડો. જૈમિની જયસ્વાલનું પ્રોત્સાહક અભિયાન
vadodara   શાળામાં નિયમિત આવવા માટે પ્રેરણા આપતી  હાજરી ચેમ્પિયન  નામની નવી પહેલ
Advertisement
  • વડોદરાના શિક્ષિત યુવા સરપંચની પ્રેરણાદાયી પહેલ
  • શાળામાં નિયમિત આવવા માટે પ્રેરણા આપતી 'શાળાના હાજરી ચેમ્પિયન' નામની નવી પહેલ શરૂ કરી
  • માસ દરમિયાન ૧૦૦ ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરાશે

VADODARA : વડોદરા જિલ્લાના સાવલી (VADODARA - SAVLI) તાલુકાના ઇન્દ્રાળ ગામના (INDRAD VILLAGE) બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા માટે એક પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે. આ પરિવર્તનનાં સૂત્રધાર છે ગામનાં યુવા અને શિક્ષિત સરપંચ, ડૉ. જૈમિનિ જયસ્વાલ (SARPANCH - DR. JAIMINI JAISWAL) . શિક્ષણ જ કોઈપણ સમાજનો સાચો પાયો છે તેને કેન્દ્રમાં રાખીને તેમણે તેમના ગામની શાળાના હાજરી ચેમ્પિયન' (SCHOOL ATTENDANCE CHAMPION) નામની નવી પહેલ શરૂ કરી છે.

પ્રોત્સાહક ઇનામ અને પ્રશંસાપત્ર આપવામાં આવશે

આ સંકલ્પને સાકાર કરવા માટે તેમણે એક અનોખો અને પ્રેરણાદાયક પ્રયોગ શરૂ કર્યો. તેમણે 'શાળાના હાજરી ચેમ્પિયન' નામની એક પહેલ શરૂ કરી. આ પહેલ હેઠળ, દર મહિને જે વિદ્યાર્થીઓ શાળામાં ૧૦૦ ટકા હાજરી આપશે, તેમને ગામના સરપંચ ડૉ. જૈમિનિ જયસ્વાલ દ્વારા પ્રોત્સાહક ઇનામ અને પ્રશંસાપત્ર આપવામાં આવશે.

Advertisement

બાળકોની ગેરહાજરી એ એક મોટી સમસ્યા

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને નિયમિતપણે શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ઘણીવાર ગ્રામીણ વિસ્તારોમાં બાળકોની ગેરહાજરી એ એક મોટી સમસ્યા હોય છે, જે તેમના શિક્ષણ અને ભવિષ્યને નુકસાન પહોંચાડે છે. ડૉ. જયસ્વાલે આ સમસ્યાને મૂળમાંથી ઉકેલવા માટે આ પગલું ભર્યું. આ પગલાથી બાળકોમાં શાળાએ આવવાનો ઉત્સાહ વધશે અને તેઓ શિક્ષણ પ્રત્યે વધુ ગંભીર બનશે.

Advertisement

સમગ્ર ગામમાં શિક્ષણનું વાતાવરણ સુધરશે

આમ તો સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારનું ગામ છે. તેવામાં ઇન્દ્રાળ ગામ ડૉ. જયસ્વાલનો આ પ્રયોગથી માત્ર ઇન્દ્રાળ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ સમગ્ર ગામમાં શિક્ષણનું વાતાવરણ સુધરશે. આ પ્રયોગ અન્ય ગામો માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

આ પણ વાંચો ---- VADODARA : બ્રિજ દુર્ઘટનામાં અટકેલા ટેન્કરને હોટ એર બલુન ટેક્નોલોજીથી બહાર કાઢવાની તજવીજ

Tags :
Advertisement

.

×