VADODARA : IPL પ્લેયર શિવાલિક શર્મા સામે દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ
VADODARA : દુનિયાભરમાં જાણીતી ઇન્ડિયન પ્રિમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા વડોદરાના રણજી પ્લેયર શિવાલિક શર્મા (IPL PLAYER SHIVALIK SHARMA) સામે ગંભીર આરોપ સામે આવ્યા છે. તેણે રાજસ્થાનના જોધપુરની યુવતિને લગ્નની લાલચ આપીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ (RAPE CASE) પોલીસ ચોપડે નોંધાઇ છે. જે બાદ દુષ્કર્મના આરોપી ક્રિકેટર શિવાલિક શર્મા સામે પોલીસે તપાસ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.
શિવાલિક શર્મા પર લગ્નની લાલચે દુષ્કર્મનો આરોપ
સમગ્ર મામલે જોધપુરના કુડી ભગતાસની પોલીસ મથકમાં દુષ્કર્મની પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. જે બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. સાથે જ પીડિતાનું કોર્ટમાં જજ સમક્ષ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પોલીસ ફરિયાદ બાદ દુષ્કર્મના આરોપી ક્રિકેટર શિવાલિક શર્માની તપાસ તેજ તરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે તપાસ અધિકારીનું કહેવું છે કે, યુવતિએ આઇપીએલ ક્રિકેટર શિવાલિક શર્મા પર લગ્નની લાલચે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. શિવાલિક શર્મા તેને જુદી જુદી જગ્યાઓ પર લઇ ગયો હતો. જ્યાં તેણે પીડિતાની મરજી વિરૂદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
સંબંધની શરૂઆત મિત્રતાથી થઇ, જે બાદમાં પ્રેમમાં પરિણમી
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, ફેબ્રુઆરી - 2023 માં તે વડોદરા આવી હતી. દરમિયાન શિવાલિક શર્મા જોડે તેની મુલાકાત થઇ હતી. સંબંધની શરૂઆત મિત્રતાથી થઇ હતી, જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી. જે બાદ બંને સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા. ઓગસ્ટ - 2023 માં શિવાલિકના માતા-પિતા જોધપુર ગયા હતા. બાદમાં બંનેની સગાઇ થઇ હતી. તે બાદ શિવાલિક અને યુવતિ અલગ અલગ સ્થળોએ ફરવા ગયા હતા. જ્યાં પીડિતા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો --- Ahmedabad : પાલડીની સ્કૂલનાં શિક્ષકની ધરપકડ, વિદ્યાર્થિનીનાં શારીરિક શોષણનો આરોપ


