Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કારના એન્જિનમાંથી સાપનું રેસ્ક્યૂ, મોડી રાત્રે દિલધડક દ્રશ્યો સર્જાયા

VADODARA : કાર ચાલકને શંકા જતા તેણે બોનેટ ખોલીને એન્જિન ચેક કર્યું હતું. તેવામાં એન્જિનમાં સંતાયેલા સાપ પર તેઓની નજર પડી હતી
vadodara   કારના એન્જિનમાંથી સાપનું રેસ્ક્યૂ  મોડી રાત્રે દિલધડક દ્રશ્યો સર્જાયા
Advertisement
  • વડોદરા નજીક જાંબુઆમાં વિચારતા કરી મુકે તેવી ઘટના સામે આવી
  • કારના એન્જિનમાં સાપ સંતાયો, માલિકની નજર પડતા તે ચોંકી ઉઠ્યા
  • મોબાઇલ ટોર્ચ લાઇટના અજવાળે સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસુ (MONSOON) શરૂ થતા જ વન્ય જીવો રહેણાંક વિસ્તારોમાં મળી આવવાનો સિલસિલો શરૂ થઇ જાય છે. તાજેતરમાં વડોદરા પાસે આવેલા જાંબુઆમાં એક કારના આગળના ભાગે આવેલા એન્જિનમાંથી સાપનું રેસ્ક્યૂ (SNAKE RESCUE) કરવામાં આવ્યું છે. કાર ચાલકની નજર સાપ પર પડતા જ તે ગાયબ થઇ ગયો હતો. બાદમાં કાર ચાલકે જીવદયા પ્રેમીને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. અને સાપનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું. ઘટનાને પગલરે મોડી રાત્રે સ્થળ પર દિલધડક દ્રશ્યો સર્જાયા હતા.

આંખના પલકારામાં સાપ અદ્રશ્ય થઇ ગયો

વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) પસાર થાય છે. તેમાં વિવિધ પ્રકારના સરિસૃપો આશરો લે છે. સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં આ સરિસૃપો માનવ વસ્તીની નજીક દેખાતા હોય છે. હાલ વડોદરા સહિત દેશભરમાં ચોમાસું ચાલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં વડોદરાના જાંબુઆમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાર ચાલકને શંકા જતા તેણે બોનેટ ખોલીને એન્જિન ચેક કર્યું હતું. તેવામાં એન્જિનમાં સંતાયેલા સાપ પર તેઓની નજર પડી હતી. જે બાદ તુરંત આંખના પલકારામાં સાપ અદ્રશ્ય થઇ ગયો હતો. આ જોઇને કાર માલિત ચોંકી ઉઠ્યા હતા.

Advertisement

એક જગ્યાએ જોવા મળે અને તુરંત અદ્રશ્ય થઇ જતો

બાદમાં આ સાપને રેસ્ક્યૂ કરવા માટે જીવદયા માટે કામ કરતી સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ વોલંટીયર્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બોનેટ ખોલીને મોબાઇલ ટોર્ચ લાઇટના સહારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાપ એક જગ્યાએ જોવા મળે અને તુરંત અદ્રશ્ય થઇ જતો હતો. આ પકડદાવ વચ્ચે આખરે સાપને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. આ સાપ બિનઝેરી હોવાનું પ્રાથમિક સુત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ચોમાસામાં આ પ્રકારે વાહનોમાંથી સંતાયેલા સાપનું રેસ્ક્યૂ કરવાની ઘટનાઓ સામાન્ય રીતે બનતી હોય છે. આ પ્રકારની ઘટનાઓમાં આજદિન સુધી વાહન ચાલકને સાપને દંશ દીધો હોવાનું ક્યારે સામે આવ્યું નથી.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : પફમાંથી અઢી ઇંચ જેટલો મોટો બોલ્ટ નીકળતા ગ્રાહક ચોંક્યો

Tags :
Advertisement

.

×