Vadodara : બાઇક પર આવેલા ત્રણ તસ્કરો મોટો હાથફેરો કરી ગયા, પોલીસ સામે નારાજગી
- જાંબુઆમાં તસ્કરોનો ભારે ત્રાસ
- મકાનમાંથી લાખો રૂપિયની મત્તા ચોરી ફરાર
- ગરમીના કારણે પરિવાર બીજા ઘરે રહેવા ગયો હતો
- સવારે પરત આવ્યા ત્યારે નકુચો તુટેલો મળી આવ્યો
Vadodara : વડોદરાના જાંબુઆ (Vadodara - Jambuva) માં આવેલી સોસાયટીમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. ગતરાત્રે પરિવાર ગરમીના કારણે બીજા ઘરે ઉંઘવા ગયો હતો., દરમિયાન મળસ્કે બાઇક પર આવેલા ત્રણ તસ્કરોએ ઘરમાં રાખેલી મત્તા સાફ કરી (House Theft) હતી. આ ઘટનામાં સવારે ઘર માલિકના પત્ની આવ્યા ત્યારે તેમણે નકુચો તુટેલી હાલતમાં જોયો હતો. બાદમાં આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ચોરીમાં લાખો રુપિયાની મત્તા તસ્કરો લઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ કર્યા બાદ સ્થળ પર આવેલા પોલીસ કર્મી (Vadodara Police) દ્વારા યોગ્ય વર્તન ના કરવામાં આવ્યું હોવાનો મકાન માલિકનો આરોપ છે. જેને લઇને તેઓ તેમની નારાજગી ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને ઇમેલ કરીને વ્યક્ત કરનાર હોવાનું તેમણે જણાવ્યું છે.
તસ્કરોના હાથમાં જે લાગ્યું તે લઇને જતા રહ્યા
લાખો રુપિયાની મત્તા ગુમાવનાર મકાન માલિકે હિતેષભાઇ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારૂં જાંબુઆમાં મકામ છે. મકાનમાં રાત્રે 4 વાગ્યાના આરસામાં ચોરી થઇ છે. ગરમીના કારણે અમારો પરિવાર બીજા મકાનમાં સુવા માટે ગયો હતો. દરમિયાન આ ઘરમાં રૂ. 4 લાખની મત્તાની ચોરી થઇ છે. ચોનાના ઘરેણા, અને રોકડાની તફડંચી કરવામાં આવી છે. સવારે મારા સંતાનોને શાળાએ જવાનું હોય, તેથી મારા પત્ની અને બાળકો આ ઘરે આવ્યા હતા. ત્યારે ઘરનો નકુચો તુટેલી હાલતમાં મળી આવ્યો (House Theft) હતો. તસ્કરોના હાથમાં જે લાગ્યું તે લઇને જતા રહ્યા છે. સીસીટીવીમાં ત્રણ લોકો જણાય છે. અને તેઓ બાઇક લઇને આવ્યા હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે.
રાઇટરે મને પોલીસ મથક બોલાવ્યો
તેમણે મીડિયા સાથેની વાતમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે આરોપ મુક્યો છે. તેમણે કહ્યું કે, પોલીસને જાણ કર્યાના (House Theft) પોણો કલાકમાં તેઓ આવ્યા હતા. આવ્યા ત્યારે એકમાત્ર પોલીસ જવાન આવ્યો હતો. રાઇટરે મને પોલીસ મથક બોલાવ્યો હતો. ત્યાર બાદ મેં તેને કાયદો સમજાવતા તે દોડીને આવ્યો હતો. કેટલાક પોલીસ કર્મીઓની વર્તણુંકને લઇને તેઓ ખાસા નારાજ થયા છે. અને ગૃહમંત્રીને ઇમેલ કરવાના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો ---- Vadodara : પંપ પરથી ગુલાબી પેટ્રોલ ભરાયું હોવાનો દાવો, બાઇકની સર્વિસ કરતા મિકેનીક પણ ચોંક્યો


