VADODARA : જાંબુવાના રહીશનો આક્રોષ ફૂટ્યો, કહ્યું, 'આ સૌથી પછાત ગામ છે'
- હાઇવે પર ટ્રાફિક જામના કારણે જાંબુવા ભારે ચર્ચામાં છે
- ગતરોજ અધિકારીઓની ફોજ સ્થિતીનો તાગ મેળવવા પહોંચી હતી
- દરમિયાન સ્થાનિકે પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી દીધી
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) માં સમાવિષ્ટ જાંબુવા (JAMBUVA - VADODARA) ગામના રહીશનો આક્રોષ મીડિયા સમક્ષ ફૂટ્યો છે. તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે વિશ્વગુરૂ ભારતના જાંબુવા ગામ, જે વડોદરાનું પછાત ગામ છે, તેના રહેવાસી છીએ. અમારા ધારાસભ્ય કે કોઇ જોવા આવતું નથી. વિતેલા કેટલાય દિવસોથી જાંબુવા ગામ પાસે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવવાના કારણે વડોદરાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને પરિસ્થીતીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. દરમિયાન એક યુવકે પોતાના વિસ્તારમાં વિકાસના કામો નહીં થતા હોવાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી.
અહિંયા ટીપી ફાઇનલ નથી થતી
જાબુઆ ગામના રહીશ કલ્પેશ પટેલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, અમે વિશ્વગુરૂ ભારતના જાંબુવા ગામ, જે વડોદરાનું પછાત ગામ છે, તેના રહેવાસી છીએ. અમારા ધારાસભ્ય કે કોઇ જોવા આવતું નથી. છેલ્લા 15 વર્ષથી ગામમાં રોડ બન્યા નથી. લોકોએ દબાણ કરતા આજે 4 ફૂટ જેટલા રોડ બચ્યા છે. તમે ગામમાં જઇને જુઓ તો તમને અંદાજો આવશે. અહિંયા ટીપી ફાઇનલ નથી થતી, વડોદરાની પંચાયતના ગામોની ટીપી ફાઇનલ થઇ જાય છે. પરંતુ વડોદરા પાલિકામાં ટીપી ફાઇનલ થવા માટે તેમના પેટમાં શું દુખે કંઇ ખબર પડતું નથી.
ખબર નહીં કયા પ્રકારનું બીટુમીન વાપરે છે
તેમણે વધુમાં જણાવ્યું કે, જાબુઆ ગામમાં કોઇ આવો તો ખબર પડે, ટ્રાફિક જામ તો દર વખતની સમસ્યા છે. આજે રોડ રીપેર કરશે, તો માત્ર બે કલાકમાં જ રોડની પથારી ફરી જશે. ખબર નહીં કયા પ્રકારનું બીટુમીન (ડામર) વાપરે છે. અમારી માંગ છે કે, આ રોડ (હાઇવે) બનાવે, ગામના રોડ સારા થાય, ટીપી ફાઇનલ કરવામાં આવે, તો આ સમસ્યાનું સમાધાન મળે.
આ પણ વાંચો ---- VADODARA : વાડી વિસ્તારમાં મંદિરના ટ્રસ્ટની જમીનમાં ઘૂસ મારનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી


