Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : રેસ્ટોરેન્ટનું કામ પૂરૂ કર્યા વગર જ પૈસાની માંગણી નકારતા ધમાલ મચાવી

Vadodara : ફોન પર વાત કર્યા બાદ સંચાલકને જોતા જ સુરેશના તેવર બદલાઇ ગયા, તેણે કહ્યું કે, મને પૈસા આપી દો, નહીં તો હું તોડફોડ મચાવીશ
vadodara   રેસ્ટોરેન્ટનું કામ પૂરૂ કર્યા વગર જ પૈસાની માંગણી નકારતા ધમાલ મચાવી
Advertisement
  • રેસ્ટોરેન્ટનું કામ આપ્યા બાદ માથાકુટ ચાલુ થઇ
  • ચાલુ કામ દરમિયાન માણસને ફ્રેક્ચર થતા કામ રોકવું પડ્યું
  • જેટલું કામ કર્યું તેના નાણાં ચૂકવ્યા બાદ પણ દાદાગીરી
  • આખરે મામલો અકોટા પોલીસ મથક પહોંચ્યો છે

Vadodara : વડોદરા (Vadodara) ના જેતલપુર રોજ પર આવેલી રેસ્ટોરેન્ટમાં (Restaurant Renovation) નક્કી કર્યા મુજબ કામ પૂર્ણ કર્યા પહેલા જ પૈસા માંગવા કોન્ટ્રાક્ટર અને તેના માણસો આવી પહોંચ્યા હતા. આ તકે માલિકે પહેલા કામ પૂરૂં કરવા અને ત્યાર બાદ જ પૈસા મળશે તેમ જણાવ્યું હતું. આટલી વાતથી ઉશ્કેરાઇ જઇને ચાર જેટલા શખ્સો દ્વારા રેસ્ટોરેન્ટમાં ધમાલ મચાવવાની સાથે તોડફોડ કરવામાં આવી હતી. આખરે આ મામલો અકોટા પોલીસ મથક (Akota Police Station - Vadodara) પહોંચ્યો છે. તે બાદ પોલીસે ધમાલ મચાવનારાઓની અટકાયત કરીને તેમના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ રેસ્ટોરેન્ટમાં ધમાલ મચાવી હોવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યા છે.

Advertisement

ફેબ્રુઆરીમાં કામ કરનારને ફ્રેક્ચર થયું

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, જેલતપુર રોડ પર કરીમ્સ નામની રેસ્ટોરેન્ટ (Karim's Restaurant - Vadodara) આવેલી છે. તેના સંચાલક વિશાલ શ્યામ છાબરીયા છે. રેસ્ટેરેન્ટમાં ફર્નિચર, સફાઇ અને કલરકામ કરવાનું હોવાથી તેમણે મિત્રનો સંપર્ક કર્યો હતો. બાદમાં મિત્ર થકી સુરેશ નામના વ્યક્તિના સંપર્કમાં તેઓ આવ્યા હતા. બંને વચ્ચે રૂ. 1.50 લાખમાં ફર્નિચર, સફાઇ અને કલરકામ કરવાનું નક્કી થયું હતું. જે કામ જાન્યુઆરી માસમાં શરૂ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં કામ કરનારને ફ્રેક્ચર થતા તેણે કામ પડતું મુક્યું હતું. તે સમયે તેણે કરેલા કામની અવેજમાં રૂ. 1.10 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા.

Advertisement

કાચની દિવાલ તોડી

તેવામાં તાજેતરમાં સુરેશ સેગરે રેસ્ટોરેન્ટ સંચાલકને ફોન કરીને બાકીના પૈસા માંગ્યા હતા. બાદમાં સંચાલક રેસ્ટોરેન્ટ પહોંચ્યા હતા. સંચાલકને જોતા જ સુરેશના તેવર બદલાઇ ગયા હતા. અને તેણે કહ્યું કે, મને પૈસા આપી દો, નહીં તો હું તોડફોડ મચાવીશ. જેની સામે સંચાલકે તેને કામ પુરૂ કરવા જણાવ્યું હતું. જો કે, આ વાત સાંભળીને સુરેશ અને તેના સાથી અકળાઇ ગયા હતા. અને ઝપાઝપી કરીને મારામારી કરી હતી. બાદમાં રેસ્ટોરેન્ટના કાચ, લેપટોપ અને ફ્રીજને નુજશાન પહોંચાડ્યું હતું. તથા કાચની દિવાલ તોડી હતી. આખરે મામલો પોલીસ મથક પહોંચતા ચારની અટકાયત કરવામાં આવી છે. રેસ્ટોરેન્ટમાં મારામારી કરનારા તમામે પોલીસ મથકમાં જઇને પોતાના કાન પકડી લીધા હતા.

પોલીસની ત્વરિત કાર્યવાહી

ઉપરોક્ત મામલે પોલીસે સુરેશ સેગર, અવિનાશ સેગર, મયુર સેગર અને વિકાસ શિંદે (તમામ રહે, ભૈરવ નગર, મુજમબુડા, વડોદરા) ની ધરપકડ કરી છે. અને તમામ વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની ત્વરિત કાર્યવાહીથી આ પ્રકારનું પગલું ભવિષ્યમાં કોઇ પણ ભરતા પહેલા વિચાર કરશે.

આ પણ વાંચો ------- Vadodara : કેનેડા રિટર્ન યુવકે ચોરીમાં ઝંપલાવ્યું, પોલીસે 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો

Tags :
Advertisement

.

×