Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બાળકીનો ભોગ લેનાર જોય ટ્રેનના ચાલક સામે આખરે નોંધાઇ ફરિયાદ

VADODARA : અકસ્માતની ઘટના બાદ મહિલાએ બુમાબુમ કરીને જોય ટ્રેન ઉભી રાખવા જણાવતા, આગળ જઇને જોય ટ્રેન ઉભી રહી ગઇ હતી
vadodara   બાળકીનો ભોગ લેનાર જોય ટ્રેનના ચાલક સામે આખરે નોંધાઇ ફરિયાદ
Advertisement
  • વડોદરામાં ચકચારી જોય ટ્રેન એક્સિડટન્ટ મામલે મોડે મોડે ફરિયાદ નોંધાઇ
  • જંબુસરથી આવેલા પરિવારે પોતાની વ્હોલસોયી દિકરી ગુમાવી હતી
  • જોય ટ્રેનના ચાલકની બેદરકારી ખુલતા તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી

VADODARA : ગત 10, મે ના રોજ જંબુસરનો પરિવાર ફરવા માટે વડોદરા (VADODARA) ના જાણીતા કમાટીબાગમાં (KAMATIBAUG) આવ્યો હતો. દરમિયાન ફરીને તેઓ પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા. તેવામાં કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે ચાર વર્ષની દિકરી ખદીજા આવી ગઇ (JOY TRAIN ACCIDENT) હતી. આ મામલે આશરે 45 થી વધુ દિવસ વિતી ગયા બાદ સયાજીગંજ પોલીસ મથક (SAYAJIGANJ POLICE STATION) માં જોય ટ્રેનના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ જોય અકસ્માતની ઘટના બાદ જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. જેને ફરી શરૂ કરવા માટે સત્તાધીશો દ્વારા પાલિકા પાસે મંજુરી માંગવામાં આવી છે.

જોય ટ્રેન જોવા બધા ઉભા રહ્યા હતા

સમગ્ર મામલે મૃતકની માતા નાઝીયા પરવેઝ ખાનએ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓના પતિ ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમને એક સંતાન ખાદીજા હતી. 10, મે ના રોજ તેઓ દિકરી ખદીજા, માતા અનિષા સઇદ પઠાણ અને નાની બહેન તથા તેના બાળકોને લઇને કમાટીબાગમાં આવ્યા હતા. જ્યાં ફરી, જમી-કરીને સાંજે પાંચ વાગ્યે કમાટીબાગના ગેટ નં - 2 તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન જોય ટ્રેન આવતી હતી, તેને જોવા માટે પરિવારના સભ્યો ઉભા રહ્યા હતા.

Advertisement

આંતરડા સુદ્ધાં બહાર આવી ગયા હતા

જો કે, દિકરી ખદીજા તે જોવા માટે દોડી ગઇ હતી. અને બાદમાં તે એન્જિનના પૈડાં નીચે આવી ગઇ હતી. આ ઘટનામાં અતિગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાદમાં મહિલાએ બુમાબુમ કરીને જોય ટ્રેન ઉભી રાખવા જણાવ્યું હતું. થોડેક આગળ જઇને જોય ટ્રેન ઉભી રહી ગઇ હતી. બાદમાં દિકરીનો દેહ બહાર કાઢતા તેના આંતરડા સુદ્ધાં બહાર આવી ગયા હતા. તેને રીક્ષામાં બેસાડીને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવતા તબિબોએ તેને મૃત જાહેર કરી હતી. અકસ્માતની ઘટના સમયે જોય ટ્રેનના ડ્રાઇવરે હોર્ન લગાવ્યો ન્હતો. અને જોય ટ્રેન તાત્કાલિક ઉભી રાખી ન્હતી. જેથી બેદરકારીમાં બાળકીનું મોજ નિપજ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે જોય ટ્રેનના ચાલક વિરૂદ્ધ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પાલિકાનો દબાણ હટાવવાનો એક્શન પ્લાન ફરતો થયો, દબાણખોરો સતર્ક

Tags :
Advertisement

.

×