Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હાથમાં ગુલાબ અને પોસ્ટર સાથે કમાટીબાગના કર્મીઓનો વિરોધ

VADODARA : અહિંયા જે કોઇ આવી રહ્યા છે. તેને અમે ગુલાબ આપી રહ્યા છીએ. સાથે જ અમારી લાગણી કર્મચારી પોસ્ટરો થકી વ્યક્ત કરી રહ્યા છીએ
vadodara   હાથમાં ગુલાબ અને પોસ્ટર સાથે કમાટીબાગના કર્મીઓનો વિરોધ
Advertisement
  • વડોદરાના કમાટીબાગના સફાઇ કર્મીઓ દ્વારા વિરોધ
  • કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં હાથમાં ગુલાબ અને પોસ્ટરો લીધા, કામ અટક્યું
  • 15 વર્ષથી કામ કરતા કર્મચારીઓ ન્યાયની માંગ સાથે એકત્ર થયા

VADODARA : વડોદરા (VADODARA) ના પ્રસિદ્ધ કમાટીબાગ ઝૂ (KAMATIBAUG ZOO) માં કામ કરતા મહિલા અને પુરૂષ સફાઇ કર્મચારીઓ 15 વર્ષથી કામ કરે છે. તેઓ આજે મોટી સંખ્યામાં કાયમી કરવાની માંગ સાથે હાથમાં ગુલાબનું ફૂલ અને પોસ્ટર લઇને આઉટસોર્સિંગ પ્રથાના વિરોધમાં ઉતર્યા છે. કર્મચારીઓનો આરોપ છે કે, સાહેબો દ્વારા તેમના દાયરામાં આવતા સિવાયના કામો પણ સોંપવામાં આવે છે. આ માંગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેનાર હોવાનું કર્મચારીઓનું મીડિયાને કહેવું છે. કર્મચારીઓ દ્વારા હાથમાં રાખેલા પોસ્ટરમાં અમને ન્યાય આપો, જીવના જોખમે કામદાર કામો કરે છે, સયાજીબાગની સુંદરતા કોના વડે-સયાજીબાગના કર્મચારીઓ વડે, ઝૂ ખાતાના પ્રાણી-પક્ષીઓને ખાવા કોણ આપે ? ઝૂ ખાતાના કર્મચારીઓ આપશે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ હો, કોન્ટ્રાક્ટ લાવો તો કોના ફાયદા માટે, જેવા અણિયારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

કોઇ ન્યાય મળતો નથી

કર્મચારી સર્વેનું કહેવું છે કે, અમે વિતેલા 15 વર્ષથી સફાઇ કામદારનું કામ કરી રહ્યા છે. પરંતુ અમને ન્યાય આપવામાં આવતો નથી. અમને કાયમી કરવાનો ઓર્ડર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ. અમે આ અંગે ઉપર રજુઆત કરીએ ત્યારે નવા કોન્ટ્રાક્ટમાં કરી આપીશું તેવું જણાવવામાં આવે છે. પરંતુ અમને કોઇ ન્યાય મળતો નથી. જે કામ અમારા દાયરામાં નથી આવતું તે પણ સાહેબો દ્વારા કરાવવામાં આવે છે.

Advertisement

અમારી લાગણી કર્મચારી પોસ્ટરો થકી વ્યક્ત કરી રહ્યા છીએ

વધુમાં જણાવ્યું કે, અમારા થકી ગાર્ડનમાં સ્વચ્છતા જળવાય છે, લોકો ફરવા આવે છે, અને ભારતભરમાં કમાટીબાગ સયાજીરાવ ઝૂ તરીકે જાણીતું હન્યું છે. કર્મચારીઓને પીડા થવી એ અન્યાય છે. તેમની જોડે ડ્રેનેજનું કામ, બગીચા સાફ કરાવવાનું કામ, માળી-મજુરી, મૃત જાનવરોનું પોસ્ટ મોર્ટમ પણ તેમની જોડે કરાવવામાં આવે છે. તે ગેરવ્યાજબી છે. આજે કર્મચારીઓએ કામગીરી બંધ રાખી છે. અને અહિંયા જે કોઇ આવી રહ્યા છે. તેને અમે ગુલાબ આપી રહ્યા છીએ. સાથે જ અમારી લાગણી કર્મચારી પોસ્ટરો થકી વ્યક્ત કરી રહ્યા છીએ. વડોદરા સંસ્કર નગરી છે. વડાપ્રધાનની મુલાકાત બાદ કર્મચારીઓ તેમની એકતા દર્શાવશે.

Advertisement

આઉટ સોર્સિંગમાં કેવી રીતે ઘરનું ગુજરાન ચલાવવું !

વધુમાં ઉમેર્યું કે, 15 વર્ષથી આઉટ સોર્સીંગ હેઠળ કામ કરાવવામાં આવી રહ્યું છે. તેમને ન્યાય આપવામાં આવતો નથી. આમને રોજમદાર તરીકે લેવામાં આવે તો તેમનું જીવન બની શકે છે. આઉટ સોર્સિંગમાં કેવી રીતે ઘરનું ગુજરાન ચલાવવું !. અમારી માંગણી માંગવામાં આવે તો શાંતિ થાય, નહીં તો ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

આ પણ વાંચો --- VADODARA : પૂર નિવારણના પગલામાં ઢીલાશ, પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવવાની ભીતિ

Tags :
Advertisement

.

×