VADODARA : કરજણમાં હોસ્પિટલ માટે જમીન ફાળવતા મુખ્યમંત્રી, સ્થાનિકોને મોટી રાહત
- વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણમાં તબિબિ સુવિધાઓ વધશે
- મુખ્યમંત્રીએ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટે જમીનની ફાળવણી કરી
- 1.60 લાખ ચો. મિ. જમીન ફાળવવામાં આવનાર છે
VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (CM BHUPENDRA PATEL) કરજણ ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ (SUB DRISTRICT HOSPITAL - KARJAN) બનાવવા માટે જમીન ફાળવણીની દરખાસ્તને મંજૂરી આપી છે. 30 પથારીની સુવિધા ધરાવતા સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવતા હવે ત્યાં તજજ્ઞ તબીબોનો પણ લાભ મળશે. કરજણ તાલુકા મથક હોવાથી તેની આસપાસ આવેલા ગામોના લોકો માટે વિશેષ આરોગ્ય સુવિધા ઉભી કરવાની જરૂરત હતી. જેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જમીન જમનાબાઇ હોસ્પિટલ તંત્રને ફાળવવામાં આવશે
આ માટે જમનાબાઇ હોસ્પિટલ તંત્ર તરફથી જમીન માંગણી કરવામાં આવી હતી. નિયત પ્રક્રીયા અનુસાર આ માંગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પહોંચતા તેમણે તુરંત સ્વીકારી હતી અને કરજણ ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટે જમીન ફાળવવા માટે મંજૂરી આપી હતી. આ નિર્ણય અનુસાર કરજણના સર્વે નંબર ૧૩૪૩ની ૧૬૫૫૨.૧૨ ચોરસ મિટર જમીન જમનાબાઇ હોસ્પિટલ તંત્રને ફાળવવામાં આવશે. વિગતવાર આદેશો મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવશે. કરજણમાં ૧૦૦ પથારીની સુવિધા સાથેની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનતા તબીબી સહાયક વિવિધ સેવાઓ ઉપરાંત નિષ્ણાંત ડોક્ટરોની સેવા પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો ---- VADODARA : લાફો મારીને વિદ્યાર્થીના કાનનો પરદો ફાડનાર શિક્ષકને 6 મહિનાની જેલ, રૂ. 1 લાખનો દંડ


