Vadodara : કાવડયાત્રામાં શિવભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ, નવનાથને જળ અર્પણ કરાશે
- વિતેલા 12 વર્ષોથી શહેરમાં કાવડ યાત્રાનું આયોજન
- આ વર્ષે શિવભક્તોમાં દેશભક્તિનો ઉમેરો થયો
- ઓપરેશન સિંદૂર, બ્રહ્મોસ મિસાઇલની ઝાંખી સાથે યાત્રા નીકળી
Vadodara : આજે પવિત્ર શ્રાવણ માસ (Shravan Mas) નો અંતિમ સોમવાર છે. આજે વડોદરા (Vadodara) ની રક્ષા કરતા નવનાથ મહાદેવ (Navnath Mahadev - Vadodara) ને જળ અર્પણ કરવા માટે કાવયડાત્રા નીકળી છે. આ વખતે કાવડ યાત્રા (KawadYatra - Vadodara) માં શિવભક્તિ જોડે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા દુશ્મનો વિરૂદ્ધ કાર્યવાહી અંતર્ગત કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને ઓપરેશન માહાદેવ (Operation Mahadev) ની સાથે ભારતની બ્રહ્મોસ મિસાઇલ (Brahmos Missile) ની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં કાવડમાં જળ ભરીને શ્રદ્ધાળુઓ મહાદેવને અભિષેક કરવા પગપાળા પહોંચે છેે.
મહાદેવને જલ અર્પણ કરવા માટે પગપાળા જાય છે
વડોદરામાં વિતેલા 12 વર્ષથી શ્રાવણ માસમાં કાવડ યાત્રા (KawadYatra - Vadodara) નું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં શિવભક્તો પોતાના ખભે કમાન ધારણ કરીને તેમાં લટકાવેલા પાત્રમાં પાણી ભરીને મહાદેવને જલ અર્પણ કરવા માટે પગપાળા જાય છે. વડોદરાનું રક્ષણ નવનાથ કરે છે, તે સૌ કોઇ નગરજનો જાણે છે. આ કાવડ યાત્રામાં નવનાથને જળ અર્પણ કરીને તેમના આશિર્વાદ મેળવાય છે. આ વખતે કાવડ યાત્રાના પ્રારંભ સમયે દેશના નિવૃત્ત જવાનો પણ જોડાયા હતા. સાથે જ કાવડ યાત્રામાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન માહાદેવની સાથે ભારતની બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વખતે કાવડ યાત્રામાં શિવભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
જ્યાં જગ્યા મળે ત્યાં મહાદેવના દર્શન કરીએ
સમગ્ર મામલે જાણીતા વકીલ નીરજ જૈને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા સતત 12 માં વર્ષે નવનાથ મહાદેવ માટે કાવડ યાત્રા (KawadYatra - Vadodara) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાથે બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ, ઓપરેશન મહાદેવ અને ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ સાથે છે. મારૂ વડોદરાવાસીઓને કહેવું છે કે, જ્યાં જગ્યા મળે ત્યાં મહાદેવના દર્શન કરીએ. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. પવિત્ર દિવસ છે. આપણે વડોદરાને શિવમય બનાવીએ તે જ સૌને શુભેચ્છા.
આ પણ વાંચો ---- Shravan 2025 નો આજે છેલ્લો સોમવાર... ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર


