VADODARA : લેન્ડગ્રેબિંગની સુનવણી પૂર્વે કોર્પોરેટર સહિત 11 સામેની નોટીસ પરત ખેંચાઇ
- લેન્ડગ્રેબિંગની નોટીસની સુનવણી પૂર્વે અડધા ઉપરની નોટીસ પરત ખેંચાઇ
- જિલ્લા કલેક્ટર કચેરીમાં સૂનવણી હાથ ધરાઇ
- પીડિત તરફે વકીલ હિતેષ ગુપ્તા હાજર રહ્યા હતા
VADODARA : તાજેતરમાં વડોદરા કલેક્ટર કચેરી (VADODARA COLLECTOR) દ્વારા વાઘોડિયા વિસ્તારમાં રહેતા કોર્પોરેટર આશિષ જોશી (CORPORATOR ASHISH JOSHI) સહિત 20 લોકોને લેન્ડગ્રેબિંગની નોટીસ પાઠવી હતી. અને કલેક્ટર કચેરીમાં સુનવણી અર્થે હાજર રહેવા જણાવ્યું હતું. આ મામલાની સૂનવણીના અડધો કલાક પહેલા જ કોર્પોરેટર, મંદિરના પૂજારી સહિત 11 લોકો સામેની લેન્ડગ્રેબિંગની નોટીસ પરત ખેંચવામાં આવી છે. અને 9 લોકો સામેની નોટીસ યથાવત રાખવામાં આવી છે. આ મામલે કલેક્ટર કચેરીમાં સૂનવણી દરમિયાન શહેરના વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેષ ગુપ્તા પીડિતો તરફે હાજર રહ્યા હતા.
તે જગ્યા ખરેખર તો ખુલ્લી જ છે
સમગ્ર મામલે કોર્પોરેટર પક્ષે હાજર રહેલા વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેષ ગુપ્તાનું કહેવું છે કે, આશિષ જોશી રતિલાલ પાર્કમાં રહે છે. તેમની પત્નીના નામે ઘર છે, ખરેખર કલેક્ટરે મૂળ માલિકના નામે નોટીસ ઇશ્યુ કરવી જોઇએ. બીજો મુદ્દો એ છે કે, કલેક્ટર સમક્ષ સુનવણી દરમિયાન જણાવ્યું કે, માત્ર 135 ચોરસ મીટર જગ્યા માટે નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. જો કે, પાઠવવામાં આવેલી નોટીસમાં 1134 ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરીને લેન્ડગ્રેબિંગ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે 135 ચોરસ મીટર જમીનની વાત કરવામાં આવે છે, તે જગ્યા ખરેખર તો ખુલ્લી જ છે. કોઇ પણ તેમાં આવી શકે છે.
સરકારી રેશન કાર્ડ ઇશ્યું કરવામાં આવ્યા છે
વધુમાં જણાવ્યું કે, સપ્ટેમ્બર - 2009 માં રતિલાલ પાર્ક પાણીની ટાંકી પાસે રહેતા ભીખાભાઇએ 30 વર્ષથી ઝૂંપડા બાંધીને રહેતા લોકોને રેગ્યુલરાઇઝ કરવાની અરજી આપી હતી. આ જમીનમાં રહેતા લોકો પાસેથી મહેસુલ વસુલી સામે પાવતી આપવામાં આવે છે. સાથે જ નાગરિકો પાસે સરકારી રેશન કાર્ડ ઇશ્યું કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપમાંથી કાઢી મુકાયા બાદ કોર્પોરેટર આશિષ જોશીની મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ તેમને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. આ સુનવણી દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા હતા. લોકોનો સહકાર જોતા આશિષ જોશીની આંખમાં આંસુ આવી ગયા હતા.
આ પણ વાંચો ---- VADODARA : જિલ્લામાં 1, જૂનથી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ થશે


