Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રદ થયેલી 500-100 ની ચલણી નોટો સાથે ફરતી ટોળકીને દબોચતી LCB

VADODARA : પેટ્રોલીંગમાં એએસઆઇ કનકસિંહ શિવસિંહને બાતમી મળી કે, કેટલાક ઇસમો રદ કરવામાં આવેલી ચલણી નોટોને લઇને આવી રહ્યા છે
vadodara   રદ થયેલી 500 100 ની ચલણી નોટો સાથે ફરતી ટોળકીને દબોચતી lcb
Advertisement
  • વડોદરા એલસીબીને મળી મોટી સફળતા
  • રદ થયેલી નોટ સાથે પાંચની ધરપકડ
  • સમગ્ર મામલે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

VADODARA : ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી 500-1000 ની ચલણી નોટો (CANCELLED CURRENCY NOTES) સાથે રખડતા પાંચને વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ - ઝોન 3 (VADODARA POLICE - LCB ZONE 3) દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. એલસીબીની ટીમો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એએસઆઇને બાતમી મળી કે, ભારત સરકાર દ્વારા ચાલુ ચલણમાંથી રદ થયેલી નોટો સાથે કેટલાક ઇસમો ફરી રહ્યા છે. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

બાતમીના આધારે રેડનું આયોજન કરાયું

વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ - ઝોન 3 ની ટીમે તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એએસઆઇ કનકસિંહ શિવસિંહને બાતમી મળી કે, કેટલાક ઇસમો રદ કરવામાં આવેલી ચલણી નોટોને લઇને આવી રહ્યા છે. તેમની પાસે મોટી સંખ્યામાં ચલણી નોટો છે. જેના આધારે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરોડામાં જુની ચલણી નોટો મળીને કુલ 24.98 લાખની નોટો કબ્જે કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

Advertisement

બેંક નોટ્સ ની કલમ 07 નો ભંગ કર્યા બાબતે ફરિયાદ

પોલીસે આ દરોડામાં સાંમત ઉર્ફે જીગો જેસીંગભાઇ કાળાભાઇ ભરવાડ (રહે. ભાલીયાપુરા, ચીખોદરા, નવાગામ, વલભીપુર, ભાવનગર), નાથાભાઇ વેલાભાઇ ભરવાડ (રહે. રાજનગર, માલોદર, ભરવાડવાસ, વાઘોડિયા, વડોદરા), મુકેશભાઇ જહાભાઇ ભરવાડ (રહે. ભરવાડવાસ, સંતોષવાડી, દંતેશ્વર રોડ, વડોદરા), અહેમદ અયુબ મન્સુરી (રહે. ધનાની પાર્ક, મેમણ પોલોની, પાણીગેટ, વડોદરા) અને વજેકણભાઇ કાવાભાઇ ભરવાડ (મીર) (રહે. માણકી કોમ્પ્લેક્ષ પાછળ, ઉમા ચાર રસ્તા, વડોદરા) ની ધરપકડ કરી છે. ઉપરોક્ત તમામ સામે બેંક નોટ્સ ની કલમ 07 નો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો ---- VADODARA : બ્રિજ દુર્ઘટનામાં અટકેલા ટેન્કરને હોટ એર બલુન ટેક્નોલોજીથી બહાર કાઢવાની તજવીજ

Tags :
Advertisement

.

×