Vadodara : મહારાષ્ટ્રથી 300 ગોવિંદાની ટીમ સંસ્કારી નગરી આવી, ઠેર ઠેર મટકી ફોડશે
- જન્માષ્ટમી બાદ આજે પારણાનો દિવસ
- આજે શહેરમાં ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમનું આયોજન
- રાજેશ આયરે દ્વારા મોટા પાયે મટકી ફોડનું આયોજન કરાયું
Vadodara : આજે વડોદરા (Vadodara) સહિત સમગ્ર ગુજરાતમાં મટકી ફોડ (Matki Fod) ના વિવિધ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં વિવિધ સમાજ સેવી સંસ્થાઓ દ્વારા કરાયેલા આયોજન પૈકી એક પૂર્વ કોર્પોરેટર અને સામાજીક કાર્યકર રાજેશ આયરેનું આયોજન છે. તેમના દ્વારા મહારાષ્ટ્રથી 300 ગોવિંદાની ટીમને બોલાવવામાં આવી છે. જે 30 ફૂટથી વધુ ઉંચી મટકી ફોટીને લોકોને મટકીફોડ ભગવાન કૃષ્ણની ભક્તિમાં વધુ તરબોળ કરશે. રાજેશ આયરેએ મીડિયાને જણાવ્યું કે, યુવાનો કૃષ્ણમય બને, અને ધર્મ અને સંસ્કાર જોડે જોડાયેલા રહે તેવા ઉદ્દેશ્યથી ફતેપુરામાં કોયલી ફળિયામાં 44 વર્ષ પહેલા મટકી ફોડનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં દહીં હાંડીનો કાર્યક્રમ પૂર્ણ કર્યો
આજે ગુજરાતભરમાં મટકી ફોડ (Matki Fod) ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગતરાત્રે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરીને આજે ભગવાન કૃષ્ણને પારણા કરાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રથી બોલાવવામાં આવેલી વિશેષ ગોવિંદાની ટીમો દ્વારા ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગતરોજ મહારાષ્ટ્રમાં દહીં હાંડીનો કાર્યક્રમ પૂર્ણ કરીને રાત્રે જ ટીમો વડોદરા ટ્રેનમાં બેસીને આવી પહોંચી હતી. આ ટીમો દિવસભર વિવિધ જગ્યાએ આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.
પ્રથમ દેશના જવાનોના બલીદાનને સલામી આપશે
પૂર્વ કોર્પોરેટર અને સામાજીક અગ્રણી રાજેશ આયરેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સમગ્ર વડોદરા શહેર કૃષ્ણભક્તિમાં લીન બન્યું છે. ટીમ પીપળેશ્વર મહાદેવના યુવાનોએ ગતરોજ આખો દિવસ મહારાષ્ટ્રમાં દહીહાંડીનો કાર્યક્રમ કર્યો હતો. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને 300 ગોવિંદાઓ વડોદરા આવી પહોંચ્યા હતા. આજની પહેલી દહીં હાંડી (Matki Fod) રળિયાતબા નગર ખાતે કરવામાં આવી છે. તેઓ પ્રથમ દેશના જવાનોના બલીદાનને સલામી આપશે, ત્યાર બાદ તેઓ મટકી ફોડશે. આવું પ્રથમ વખત થવા જઇ રહ્યું છે. યુવાનો કૃષ્ણમય બને, અને ધર્મ અને સંસ્કાર જોડે જોડાયેલા રહે તેવા ઉદ્દેશ્યથી ફતેપુરામાં કોયલી ફળિયામાં 44 વર્ષ પહેલા મટકી ફોડનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સતત 25 વર્ષથી અમે વિવિધ જગ્યાઓ પર મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો ---- Vadodara : બસની લાઇટમાં અંજાતા ચાલક ડિવાઇડર ચૂક્યા, સર્જાયો કાર અકસ્માત


