Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : મહારક્ષાબંધનમાં મોટી સંખ્યમાં બહેનો પહોંચી, MLA એ કહ્યું,'જવાબદારીમાં ક્યારે ઉણો નહીં ઉતરૂં'

Vadodara : રક્ષાબંધન વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મોટા પાયે મહારક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
vadodara   મહારક્ષાબંધનમાં મોટી સંખ્યમાં બહેનો પહોંચી  mla એ કહ્યું  જવાબદારીમાં ક્યારે ઉણો નહીં ઉતરૂં
Advertisement
  • દર વર્ષની જેમ મહારક્ષાબંધનનું આયોજન કરાયું
  • ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધવા બહેનો મોટી સંખ્યામાં હાજર
  • ધારાસભ્યએ તમામ બહેનોની કાળજી રાખવાનું વચન આપ્યું

Vadodara : રક્ષાબંધન (Raksha Bandhan - 2025) નો તહેવાર નજીક છે, ત્યારે વડોદરા (Vadodara) ના વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP MLA Dharmendrasinh Vaghela) દ્વારા મહારક્ષાબંધન (Maha Raksha Bandhan - 2025) ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યમાં માતા-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કાંડે હજારો રાખડીઓ બાંધવામાં આવી હતી. તેમનો દાવો છે કે, કદાચ દેશનો આટલો મોટો કાર્યક્રમ હશે, જેમાં બહેનો મોટી સંખ્યમાં તેમના ભાઇ (ધર્મેન્દ્રસિંહ) ને રાખડી બાંધવા માટે આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દર વર્ષે મોટા પાયે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવે છે. જેમાં હજારોની સંખ્યામાં બહેનોની હાજરી જોવા મળે છે.

Advertisement

ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતા ઉપસ્થિત

થોડાક જ દિવસોમાં રક્ષાબંધન (Raksha Bandhan - 2025) નો પર્વ આવનાર છે. તે પૂર્વે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મોટા પાયે મહારક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અને જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઇ પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને તમામની હાજરીમાં રંગેચંગે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મારી પ્રાણની આહુતિ આપવા તૈયાર

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, રક્ષાબંધન (Raksha Bandhan - 2025) ભાઇ અને બહેન માટેનો પવિત્ર તહેવાર છે. કદાચ દેશનો આટલો મોટો કાર્યક્રમ હશે, જેમાં બહેનો મોટી સંખ્યમાં તેમના ભાઇ (ધર્મેન્દ્રસિંહ) ને રાખડી બાંધવા માટે આવે છે. અને પોતાના ભાઇની રક્ષાની ચિંતા તેઓ કરી રહ્યા છે, હું મારી તમામ વ્હાલી બહેનોનો આભાર માનું છું. આ તકે હું ભગવાનનો પણ આભાર માનું છું, તેમણે મને આ માટે લાયક બનાવ્યો છે. હું બહેનોને ખાતરી આપું છું કે, મને મારી જે જવાબદારી તમે આપી છે, તેમાં હું ક્યારેય ઉણો નહીં ઉતરૂ. મારી બહેનોની રક્ષા માટે મારે કદાચ જીવ પણ ગુમાવવો પડે, તો હું એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મારી પ્રાણની આહુતિ આપવા તૈયાર છું.

આ પણ વાંચો ---- Vadodara : ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનાર મેડમ કામાના પરિવારના વંશજો ડભોઇના રહેવાસી

Tags :
Advertisement

.

×