Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રસ્તા પર પડેલા ખાડામાં પડતા આંગળી કપાઇ, પાલિકા સામે ગંભીર આરોપ

VADODARA : આના કારણે હું જીવનનું ઘણું બધું ભોગવીશ. મારી આજીવીકા પર અસર થવાની છે, મને પાલિકાએ વળતર ચૂકવવું જોઇએ - દેવીદાસ
vadodara   રસ્તા પર પડેલા ખાડામાં પડતા આંગળી કપાઇ  પાલિકા સામે ગંભીર આરોપ
Advertisement
  • વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે
  • ખાડામાં પડતા યુવકની આંગળી કપાઇ ગઇ હોવાનો આરોપ
  • આજીવીકા પર જોખમ ઉભુ થતા પાલિકા પાસે વળતરની માંગણી કરાઇ
  • ભોગબનનાર ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર વર્ક કરતા હોવાનું જણાવ્યું છે

VADODARA : વડોદરા (VADODARA) માં ખાડા (POTHOLE) હવે વધારે જોખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં બીલ કલાલી રોડ પર રહેતા રહીશ સવારે દુધ લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન થોડાક અંતરે બહુબધા ખાડા હતા. જેમાં ખાડાઓના કારણે તેમનું વાહન સ્લીપ થઇ ગયું હોવાનું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું છે. આ ઘટનામાં તેમની આંગળીને ઇજા પહોંચતા તેઓ તુરંત હોસ્પિટલ ગયા હતા. જ્યાં તબિબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભોગબનનારન ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર પર કામ કરતા હોવાથી તેમની આજીવીકા સામે પ્રશ્નો ઉભા થયા છે. જેથી તેઓ હવે પાલિકા તંત્ર (VMC) પાસે વળતરની માંગણી કરી રહ્યા છે.

રસ્તા પર પડતા મારી આંગળી ભાંગી ગઇ

સમગ્ર ઘટનામાં ભોગ બનનારે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, મારૂ નામ દેવીદાસ બરાડે છે, હું બીલ કલાલી રોડ પર આવેલા પ્લેનેટોરીયમ - 1 માં રહું છું. હું સવારે 6 વાગ્યે ગઇ કાલે દુધ લેવા માટે બહાર જતો હતો. હું ડવ ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યાં બહુબધા ખાડા હતા. ખાડાઓના લીધે મારુ વાહન સ્લીપ થઇ ગયું હતું. અને હું નીચે પટકાયો હતો. રસ્તા પર પડતા મારી આંગળી ભાંગી ગઇ હતી. ત્યાર બાદ હું ડોક્ટર પાસે ગયો હતો, ડોક્ટરે મારી આંગળીનો ભાગ કાપીને ત્યાં ટાંકા લઇ લીધા છે.

Advertisement

હું નોકરી ગુમાવું તેવી શક્યતા પણ છે

તેમણે વધુમાં જણાવ્યું કે, હું ખાનગી કંપનીમાં કામ કરૂં છું. મારૂ કામ કોમ્પ્યુટર પર હોય છે. પરંતુ આના કારણે હું કોમ્પ્યુટર પર સારી રીતે કેમ નહીં કરી શકું. આ મને આજીવન તકલીફ રહેશે, અને આના કારણે હું જીવનનું ઘણું બધું ભોગવીશ. મારી આજીવીકાના સાઘન પર અસર થવાની છે, જેથી મને પાલિકાએ વળતર ચૂકવવું જોઇએ. મારૂ જીવન ગાળવા માટે મને ઘણી મુશ્કેલીઓ પડશે, હું નોકરી ગુમાવું તેવી શક્યતા પણ છે. હું ખાડામાં પડતા નજીકમાં હાજર લોકોએ મને બહાર કાઢ્યો હતો, અને ત્યાર બાદ મારી પત્નીને બોલાવી અને અમે હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે સર્જરી કરવાનું જણાવ્યું હતું.

Advertisement

ચાર સભ્યોમાંથી હું એકમાત્ર આજીવીકા માટે કમાઉં છું

તેમણે વધુમાં ઉમેર્યું કે, એક કલાકમાં અમે પૈસાની સગવડ કરી, ત્યાર બાદ સર્જરી કરીને પછી રજા આપવામાં આવી હતી. મેં ડોક્ટરને કહ્યું કે, મને આંગળી પાછી જોડી આપો, તો ડોક્ટરે સામે જણાવ્યું કે, આંગળી નખમાંથી છુટી પડી ગઇ છે. રસ્તો ખરાબ થવાના કારણે આ થયું છે. આની સંપૂર્ણ જવાબદારી પાલિકાની છે. મારા પરિવારમાં ચાર સભ્યો છે, તેમાંથી હું એકમાત્ર આજીવીકા માટે કમાઉં છું. મારા સંતાનો ભણે છે, અને પત્ની ગૃહકામ કરે છે. આંગળી કપાઇ જવાના કારણે હું ભારે મુશ્કેલીમાં મુકાયો છું.

આ પણ વાંચો ---- VADODARA : મોડી રાત્રે નશામાં ધૂત ચાલકે સર્પાકાર કાર હંકારી, ઉભા રહેવાના પણ હોશ ન્હતા

Tags :
Advertisement

.

×