Vadodara : ઐતિહાસિક માંડવી ગેટની હાલત દયનીય, જર્જરિત પિલરમાંથી મસમોટા પોપડા ખર્યા
- વડોદરાના માંડવી ગેટની હાલત ખરાબ થઇ રહી છે
- વહીવટી તંત્ર દ્વારા માત્ર આશ્વાસન સિવાય કોઇ નક્કર કામગીરી નહીં
- ગતરાત્રે જર્જરિત પિલરમાંથી મોટા મોટા પોપડા ખર્યા
- સત્તાધીશોને સદબુદ્ધિ મળે તે માટે તપ કરતા મહંતે કર્યા આકરા પ્રહાર
Vadodara : વડોદરાના ઐતિહાસિક વારસા પૈકી એક મહત્વના માંડવી ગેટ (Mandvi Gate - Vadodara) ની હાલત દિવસેને દિવસે ખખડી (Decrepit - Mandvi, Vadodara) રહી છે. જર્જરિત માંડવી ગેટના પિલરના મોટા મોટા પોપડા ખરી રહ્યા છે. માંડવી ગેટને બચાવવા માટે વિઠ્ઠલનાથજી મંદિરના મહંત દ્વારા વિતેલા 129 દિવસથી સતત તપ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે. ગતરાત્રે ખખડી ગયેલા પિલર પૈકી એકમાંથી મોટા-મોટા પોપડા ખર્યા હતા. તંત્ર દ્વારા યોગ્ય રીતે બેરીકેડીંગ કર્યું હોવાના કારણે કોઇને ઇજા પહોંચી ન્હતી. પરંતુ આ ઘટનાને પગલે માંડવી ગેટની પરિસ્થિતી ચિંતાજનક હોવાની વાતને ફરી એક વખત સમર્થન મળ્યું છે. હવે પાલિકાનું તંત્ર ટેન્ડર અને ઇજારાના આશ્વાસનથી ક્યારે આગળ વધે છે તે જોવું રહ્યું.
જર્જરિત ભાગને ઉતારી લો, જેથી અકસ્માત ના થાય
વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, છેલ્લા 129 દિવસથી મારૂ તપ ચાલી રહ્યું છે. ચંપલ વગર રહેવાનું, અને રોજ 12 - 4 માંડવી ખાતે ભગવાનનું નામ લઉં છું. ભગવાન તેમને સદબુદ્ધિ આપે, અને વડોદરાના વારસાની જાળવણી જલ્દી શરૂ થાય. આટલા દિવસો બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. માંડવી ગેટની અંદરની હાલત જર્જરિત થતી જાય (Decrepit - Mandvi, Vadodara) છે. ગમે ત્યારે કોઇ મોટો અકસ્માત થશે, જે પિલરોમાંથી ભાગ છુટા પડ્યા છે. તેના હવે પોપડા ખરી રહ્યા છે. આ પોપટા એટલા મોટા છે, જે કોઇને વાગે તો ગંભીર ઇજા થઇ શકે છે. અમે તંત્રને કહીએ છીએ કે, જર્જરિત ભાગને (Decrepit - Mandvi, Vadodara) ઉતારી લો તમે, જેથી કરીને અકસ્માત ના થાય, પરંતુ પાલિકા સતત ઉદાસીન વલણ દાખવી રહી છે. તેઓ ટેન્ડર અને ઇજારાથી આગળ વાત નથી કરતા. આજથી 100 દિવસ પહેલા કમિશનર માંડવીની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ઝડપથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ઇમરજન્સી કેસમાં આટલો સમય ના વેડફાય
તેમણે વધુમાં જણાવ્યું કે, મારા તપ શરૂ કર્યા બાદ સાંસદ, ધારાસભ્ય અને પુરાતત્વ વિભાગની ટીમો આવી હતી. પુરાતત્વ વિભાગની ટીમોએ કહ્યું હતું કે, આ માંડવીના પિલર જર્જરિત (Decrepit - Mandvi, Vadodara) છે. અને કામ જલ્દી કરાવો. અને સાંસદે મને બાંહેધારી આપી હતી કે, રાવપુરાના ધારાસભ્ય સક્રિય છે, અને તેઓ ઝડપથી કામ શરૂ કરાવશે. મારે સાંસદને કહેવું છે કે, ઇમરજન્સી કેસમાં આટલો સમય ના વેડફાય. 120 દિવસથી વધુ તમે કાઢી નાંખ્યા છે.
આ પણ વાંચો ----- Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, જાણો કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ